Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધમ નીતિના શિક્ષણની જરૂર છે પણ, ઉદાર પાયા ઉપર. ધર્મ માણસને ઉપ ભાવના તરક દેરનાર છે. તેમ જ આ દેશમાં તે ધર્મ અને રાજકીય બાબતેને પણ સગપણ છે. આપણા જુના ધર્મને બરાબર આદર્શ બાળકને દેખાડે અને તેઓ કોઈ દિવસ પરદેશીઓથી ખેંચાશે નહિ. આ હારે ધર્મ છે અને આ મહારે દેશ છે એવી જે ભાવના ઉત્પન્ન થાય છે તે રાષ્ટ્રીય ચળવળ મજબુત થયા વગર રહે નહિ.
જયસુખલાલ કૃષ્ણલાલ મેહતા, એમ. એ.
- સર્વમાન્ય ધર્મ શિક્ષણ આપવાની બહુ જરૂર છે. પણ વિદ્યાર્થીઓને “વાડાજ્ઞાનથી દૂર રાખવા જોઈએ, નહિ તો ગ૭ મતને આગ્રહ–મતાંધતા—પ્રકટશે.
લખમશી હીરજી મેરી, બી.એ, એમ્ એલું. બી. દરેક શિક્ષણની દરેક મનુષ્યને જરૂર છે, ધર્મના મતો કે પછે એ કાંઈ ધર્મ શિક્ષણના ખાતાઓ નથી, પણ મતાગ્રહીઓ અને મધ વાદીઓની દુકાને છે. તેમાં વાસ્તવિક ધર્મનું શિક્ષણ મળતું જ નથી, પણ માત્ર ધર્માધતા વધે છે અને તેથી બીજા ધર્મો તરફ અભાવ વધવાને લીધે તે ધર્મોની જાણવા જોગ અને ગ્રાહ્ય વાતથી અજ્ઞાન રહેવાય છે. દરેક પંથ કે મત સાથે આ દૂષણ વળગેલું છે. માટે જે ધર્મ શિક્ષણ આપવું હોય તે એક મનુષ્ય તરીકે આપણી ફરજ શું છે એટલું જ શિક્ષણ પુરતું છે
જટાશંકર લીલાધર વૈદ્ય. ધર્મનું ખાસ શિક્ષણ આપવાની શું જરૂર જ નથી.
ગણપતરામ અનુપરામ ત્રવાડી,