Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૦૪].
ધર્મ નીતિની કેળવણું. વિકસે, તેને સંયમ વધે, તેના વિચાર શુદ્ધ થાય. આ સઘળું થાય એટલે સ્વાભાવિક રીતે જ તેના આચાર શુદ્ધ બનશે ને બહારના નિયંત્રણની જરૂરીઆત ઓછી થશે. ધમનીતિના શિક્ષણનું લક્ષ્ય માનસિક વિકારને નિયંત્રિત કરવાનું ને વિચાર લાગણીને વિશુદ્ધ કરવાનું હોવું જોઈએ.
ડી. એ. તેલંગ, બી. એ.
જીવાભાઈ અમીચંદ પટેલ, ધર્મને વિસ્તૃત અથે કરી જે તવિષયક શિક્ષણ આપવામાં આવે તો ઉટી રાષ્ટ્રીય ભાવનાઓને પુષ્ટિ મળે એમ છે. વિસ્તૃત અર્થ તે અદ્વૈતભાવના વા દૈતભાવના. પ્રથમ ભાવના પ્રમાણે આત્મકત્વ અને દ્વિતીય ભાવના પ્રમાણે ભ્રાતૃભાવ સિદ્ધ થાય એમ છે. આ ઉભય ભાવનાઓ નષ્ટ થવાને લીધે રાષ્ટ્રાદિની આ દશા થઈ છે, તેને જે પુનરૂદ્ધાર કરવામાં આવે તે ઇષ્ટ સિદ્ધિ થાય.
હરિલાલ વૃજભૂખણદાસ શ્રોફ, બી. એ. ધર્મના શિક્ષણથી વિદ્યાર્થીઓનાં જ્ઞાનચક્ષુ ઉઘડે છે. તે સારાસારને વિચાર કરી શકે છે. તે સમજે છે કે દરેક ધર્મ ચોક્કસ સત્યના પાયા ઉપર ચણુએલે છે. દરેક ધર્મના સત્ય તેના તે જ છે. માત્ર નિયમો જુદા છે. મારમવત પર્વ ભૂતેષુ, હિંસા
ઘર્મ આ તો વાસ્તવિક રીતે સમજનાર સ્વમતાગ્રહી અને મતાંધ થઈ શકે જ નહિ, બલ્ક સમદષ્ટિવાળો અને ઉદાર ચરિત થાય છે. તેનું આપણું સાડા ત્રણ હાથની પિતાની કાયામાં જ નહિ સમાતાં વિસ્તાર પામી દેશ કે વિશ્વ સુધી પહોંચશે, તેની ભાવનાઓ સ્વદેશ વ્યાપી કે વિશ્વવ્યાપી થશે. જે દેશના લેકે ધર્મ સમજતા નથી તેની રાષ્ટ્રીય ભાવનાઓ નાશ પામે છે.
મંગળજી હરજીવન ઓઝા, ધર્મના યથાર્થ તો સમજવાથી અધ્યાત્મતત્ત્વો તથા રાષ્ટ્રિય ભાવનાએ સતેજ થશે.
મુનિરાજ શ્રી દેવવિજયજી, ઉદાર અને નિષ્પક્ષપાત રીતે ધર્મનું શિક્ષણ આપવામાં આવે કે ચર્ચા કરવામાં આવે તે મતાંધતા પ્રકટવાનો સંભવ નથી.
સાંકળચંદ નારાણજી શાહ, બી. એ. એલએલ. બી. જે ધર્મનીતિના શિક્ષણથી અસહિષ્ણુતા પ્રગટે તે ધર્મનીતિનું શિક્ષણ કહેવાય જ નહિ. ધર્મનીતિના શિક્ષણને એ પણ એક વિષય છે કે વિદ્યાર્થીઓને સારગ્રાહી કરવા અને માતાધતા તથા દુરાગ્રહ તજાવવાં. આ જમાનામાં તેમ કરવું કઠિન નથી. રાષ્ટ્રના સર્વજને ધામિક હોય તો રાષ્ટ્રને લાભ જ છે, હાનિ નથી.
સારા શિક્ષકને હાથે રસમય રીતે ધાર્મિક કેળવણી અપાય તો ઘણું જ શુભ પરિ. ણામ આવે.
નરહરિલાલ બકલાલ, બી, એ.