Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૧૨ ].
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
જ્ઞાતિના આગેવાનોએ આવા ફરજીયાત ખર્ચો ઉપર અંકુશ મુકી કાંઈક ધોરણ બાંધવાની જરૂર છે. જ્ઞાતિ જેવી પૂજ્ય સંસ્થા જે જ્ઞાતિજનોની–તેઓના હિતની રક્ષણકર્તા છે, તે ભક્ષણકર્તાનું રૂપ ધારણ કરે નહિ તેને માટે ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. તે બાબત લક્ષ્ય આપવામાં નહિ આવે તે જ્ઞાતિબંધન તદન છિન્નભિન્ન થઈ જશે અને પરિણામે દરેક માણસને શેષવું પડશે.
આપણે બાળકોને પુરી કેળવણી આપવાને પણ આપણે શકિત ધરાવતાં નથી તેવા સમયમાં આવા લખલૂટ ખર્ચો કરવાની ચાલને ઘડીભર પણ સ્થિત રહેવા દેવી જોઈએ નહિ. જૈન કુળમાં જનમ્યાથી જ મનુષ્યથી જૈન થઈ શકાતું નથી. બહારના દેખાવથી જૈન
કહેવાયા, કપાળમાં અમુક જતને ચાંદલો કર્યાથી શ્રાવક વર્ગમાં ગણાયા અન્ય ધર્મિઓના એટલે ખરા જૈન થયા એમ સમજવાનું નથી. જેના નામ ધારક પર્વો તથા રીત રી- દરેક મનુષ્યનું વર્તન, તેના વિચારે, તેની રહેણી કરણી સર્વે જેમ વાજેનો પ્રચાર. શાસ્ત્ર સંમત હોવું જોઈએ. સમ્યગદષ્ટિ છો શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ
ધર્મમાં શ્રદ્ધા રાખે છે આપ્ત પુરૂષ પ્રણીત શાસ્ત્ર જેને શુદ્ધ દેવ તરીકે ઓળખાવે છે તે સિવાયના અન્ય ધર્મિઓએ માન્ય કરેલ દેવ દૂષણ યુકત હેવાથી તેની ભકિત કરવામાં સાર્થકતા સમજતા નથી. તેઓ પંચ મહાવ્રત ધારક ગુરૂને જ ધર્મગુરૂ તરીકે માન્ય રાખે છે તેમજ કષ-છેદ-તાપની કસેટીમાંથી પસાર થયેલ ધમને જ શુદ્ધ ધર્મ તરીકે અનુસરે છે. વિવેકી જે અન્ય ધર્મિઓનાં પર્વો:પાળવાનું તથા તેઓના રીતરીવાજ જારી રાખવાનું કેઈપણ સંજોગોમાં પસંદ કરતા નથી. પરંતુ હાલમાં આપણી નજરે આથી ઉલટી સ્થિતિ જણાય છે તેનું કારણ શોધવા બહુ દૂર જવું પડે તેમ નથી. ધાર્મિક કેળવણીના અભાવે, ગુરૂ મહારાજના યોગ્ય ઉપદેશની ખામીને લીધે મુનિ મહારાજાઓને વિહાર બંધ થતાં ગામડામાં વસ્તા શ્રાવક વર્ગ અન્ય મતાવલંબીના વિશેષ પરિચયમાં આવવાથી સ્વધર્મ ભ્રષ્ટ થઈ તેઓનાં પર્વો તથા રીતરીવાજો પાળવા પ્રવૃત્ત થયો છે. અને કેટલેક અંશે મોટા મોટા શહેરોમાં પણ તેવી જ સ્થિતિ માલુમ પડે છે.
હેળીના તહેવારમાં અન્ય મનુષ્યની સાથે કેટલાએક આપણું જૈન બંધુઓ પણ અને ખાસ કરીને તમામ મારવાડી ભાઈઓ દેખાદેખીથી ભાગ લેતા જણાય છે; બીભત્સ શબ્દ બેલે છે અને અનેક કુચેષ્ટાઓ કરે છે. આવા નિલ જ રીવાજ તરફ તે સમજુ હિંદુભાઈઓ પણ ધિક્કાર બતાવે છે. પરંતુ અજ્ઞાન વર્ગનું પ્રબળ એટલું બધું છે કે તેઓ ઘણું જ થયું કરી શકે છે.
શીળસાતમ કરવી, તે દીવસે ટાઢું ખાવું, ગણગોર પૂજા કરવી, એવ્રત કરવું, પવિત્રમાં પવિત્ર સંવત્સરી જેવા દીવસે ગણપતિ પૂજન કરવું, નવરાત્રીમાં દેવીનું સ્થાપન કરવું, વિગેરે અનેક રીવાજો જેમાં પ્રચલિત થયા છે. કેટલાએક જેને પિતાની પર્વતિતિએ ધર્મા રાધન કરતા નથી. એટલું જ નહિં પણ મિથ્યાત્વીના પ કરતાં જરા પણ આંચકો ખાતા નથી. તેઓ શ્રાદ્ધ કરે છે, સોમવાર, શનિવાર વગેરેના વ્રત કરે છે, સત્યનારાયણની કથાઓ બેસાડે છે, ચંડીપાઠ કરાવે છે, અને વળી તેથી પણ આગળ વધીને મુસલમાનભાઈના તહેવારને પણ માન્ય કરે છે, મહારમમાં તાજીઆની માનતા કરે છે.