Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૧૦ ]
ન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ
જે ભાઈઓ સીદાતા હેય તેને મદદ કરવી. ન્યાતજાતના ભેદ રાખ્યા વગર જમણ આપવું તેને પણ હવામિવત્સલ કહે છે, પણ એ બાબતમાં એ મહારાજ હિમતથી લખે છે કે –
“x x x + એમ ન સમજવું કે અમે વાણિયા લેકેને જમાડવા રૂપ સ્વામિ વચ્છલને નિષેધ કરીએ છીએ. પરંતુ નામદારીને વાતે જનમંદિર બનાવવામાં અલ્પ ફળ કહ્યું છે, અને આ ગામના વાણિયાઓએ તે ગામના વાણિયાઓને જમાડ્યા અને તે ગામવાળાઓએ આ ગામનાઓને જમાડયા, પરંતુ સ્વામિભાઈને સહાય કરવાની બુદ્ધિથી નહીં, તેને અમે સ્વામિ વચ્છળ માનતા નથી પણ ગધા ખુરકની માનીએ છીએ.”
જને ખરું જોતાં વૈોની એક જાતના હોવાથી તેઓએ સાથે ખાવા પીવાને વ્યવહાર રાખવો જોઈએ. આ સંબંધમાં એ મહાત્મા લખે છે કે
૪ ૪ ૪ આચાર્ય મહારાજ શ્રી રત્નપ્રભસૂરિજીએ રજપૂત, બ્રાહ્મણ, અને વાણિયામાંથી જેની બનાવ્યા, તે કાર્ય શાસ્ત્રથી વિરૂદ્ધ હેત તે બધાને એકઠા નહીં કરત. સાથે ખાવા પીવાની બાબતમાં કોઈ અડચણ નથી પરંતુ આ જમાનાના વૈશ્ય લેક પિતાની સમાન બીજી જાતિવાળાઓને સમજતા નથી એ અડચણ છે. એ વ્યવહાર કરવો ન કરવો તે વાણિયા લેને આધીન છે. શ્રી મહાવીરથી ૭૦ વર્ષ પછીથી લઈને વિક્રમ સંવત ૧૫૭૫ સુધીમાં (હમણુની પ્રચલિત) જન જાતિય આચાર્યોએ બનાવી છે. તેમાં પહેલાં ચાર વર્ણ જૈન ધર્મ પાળતી હતી. આ સમયની જાતિઓ નહિં હતી. મેં જે લેખ લખે છે તે બહુ ગ્રંથોમાં મેં એવા લેખ વાંચ્યા છે, પરંતુ મેં પિતાની મન કલ્પનાથી લખ્યું નથી. બધી જૈન ધર્મ પાળવાવાળી વિશ્ય જાતિઓ એકઠી મળી જાય અને જાત, જાત, નામ નિકળી જાય છે તે કામમાં જૈન શાસ્ત્રની કંઈ મનાઈ છે કે નહીં ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ઉત મહારાજ જણાવે છે –
“જન શાસ્ત્રમાં તે જે કામ કરવાથી ધર્મમાં દૂષણ લાગે તે વાતની મનાઈ છે. શેષ તે લેખકોએ પિતાની રૂઢીઓ માની રાખી છે. જ્યારે ઓશવાળા બનાવવામાં આવ્યા ત્યારે અનેક જાતિની એક જતિ બનાવી હતી, તે માટે હમણું પણ કોઈ સમર્થ પુરૂષ સર્વ જાતિએને એકઠી કરે તે શું વિરેાધ છે ?
જન જ્ઞાતિ બાબતમાં જૈન સાધુઓ ગમે તે જાતિમાંથી જૈન સાધુ થઈ શકે છે, અને તેઓને પછી જાતિ ભિન્નતા રહેતી નથી, તેમજ તે સાધુએ રજપૂત અને બીજી અમાસાહારી જાતને ત્યાંથી સ્વચ્છ આહાર (ભજન) લઈ શકે છે, તે તે જોતાં પણ જાતિની ખટપટ જેનોમાં જણાતી નથી; આ વિષય હજુ વધારે ચર્ચા શકાય, પણ લંબાણ બહુ થયું છે, તેથી સુઇ વિદ્વાનોએ જે ધીરજ અને શાંતિથી ભારે વિષય સાંભળવાની તસ્દી લીધી છે, તે માટે સર્વેને ઉપકાર માની મારું બેસવું બંધ કરવાની રજા માંગતાં આપણે એ ઇચ્છીશું કે જાતિના બેટા ભેદ દૂર થઈ એકસંપ થાઓ છે કે જેથી ધર્મની ઉન્નતિ અને દેશની આબાદી થાય અને જેને પિતાના ક્ષત્રી લેહીની યાદ આણી શુરવીર બને છે તથાસ્તુ. તા૦૩૧-૮-૭ મુંબઈ, બીજો ભોઈવાડે.
અમરચંદ પી. પરમાર