Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
રર ]
જન કોન્ફરન્સ હેરેes.
[ સપ્ટેમ્બર,
તેમાં કોઈ ફેરફાર થવું જોઈએ નહી. આ હકીકત જાહેર કરી તે મતલબને મનાઈ હુકમ વાદીએ માગ્યો છે, અને તે હુકમ દેતાં સુધીમાં આ ધર્મશાળા પાડવા સંબંધી આગળ પ્રવૃત્તી સરકાર ન કરે તેવા તાત્કાલીક હુકમ આપવા તારીખ ૨-૬-૮ ની અરજીથી વાદીએ માંગ્યું છે.
આ સંબંધમાં રા. રા. સરકારી વકીલ ના. ૦૮ તારીખ ૬-૬-૮ ની યાદીથી જવાબ રજુ કર્યો છે જેમાં તેઓ જણાવે છે કે, વાદગ્રસ્ત મકાન ધર્મશાળા નથી. પણ તે રાખેંગારની ઘોડાર નામે ઓળખાય છે, અને સંસ્થાનની માલીકી તથા કબજાનું તે મકાન છે, જેથી વાદીને તે સંબંધે કાંઈ હુકમ માગવા હક કે અવકાશ નથી.'
વાદીના વકીલ મી. નાનાલાલને આ જવાબ બતાવતાં તેમણે સ્થળ ઉપર જઈને સ્થાનીક તપાસ કરવા માંગણી કરી જે મંજુર કરી ગીરનાર ઉપર આજે આવી રા. રા. સરકારી વકીલ તથા રા. ડુંગર નાયબ તેહેસીલદાર લીલાધર કેશવજી અને વાદી વકીલ મી. નાનાલાલ તથા કારખાનાના માણસ જેચંદ વીરચંદ સમક્ષ સ્થાનીક તપાસ કરી; તે નીચે પ્રમાણે હકીકત માલુમ પડી.
છકરવાળું મકાન ખુદાવીંદ સરકાર શ્રી તરફથી પાયેથી ગીરાવી નાંખ્યું છે અને ઇમલાને કાંઈ પણ ભાગ ઉભો નથી. માત્ર તે સ્થળે પથરે પડયા છે. આ હકીકતે કરવાળા મકાનની સ્થીતી સંબંધે કાંઈ સ્થાનીક તપાસ કરવાપણું રહ્યું નથી.
રા. ર. વકીલ જણાવે છે કે આ મકાનનો કેટલોક ભાગ પડી ગયો હતો અને બાકીને ભાગ પડી જવાથી માણસ તથા જનાવરને જફા લાગવા ભય હતું. તેથી આ મકાન પાડી નાંખવામાં આવ્યું છે અને તે સરકારી મકાન હેઈ વાદીને તે સંબંધે કાંઈ કહેવાપણું નથી. સ્થાનીક તપાસ પુરતા અમારે એટલેજ નોંધ લેવાને છે કે સ્થળ ઉપર કાંઈ ઈમ નથી. માત્ર પાડી નાંખેલ મકાનની લંબાઈ, પહોળાઈ તથા ઉંચાઈનું માપ કરતાં નીચે પ્રમાણે થયું છે. - લાંબુ આશરે ફુટ ૭૩, પહોળું આશરે ફુટ ૧૫, ઉંચું આશરે ફુટ ૧૫.
પાયા ઉપર પથરે હોવાથી ચેકસ માપ લેવાયું નથી. આ મકાનને તેર કમાન અને વીશ ઇમટ હોવાનું વાદી તરફથી કહેવામાં આવે છે. અમે સ્થળ ઉપર જોયું તો સાત કમાનનાં ચી નેમનાથજીની ભમતીની પછીતની ભીંત ઉપર છે. તેમનાથજીની ભમતીની પછીતની ભીતમાં બે બહાર નીકળતા દાંતા છે જે પ્રથમ ખાળ હતા એમ વાદી વકીલ કહે છે પણ અમે મંદીરની અંદર જઈ તથા ભમતીમાં જઈ તપાસ કરી તે તેને કાંઈ સળંગ સંબંધ જણાયો નથી.
વાદી કહે છે કે ભમતીની દીવાલમાં તે ચણઈ ગયા છે. ગમે તેમ પણ હાલ તે ખાલીયા નથી. તે પથરમાં ખાલની આકૃતીની નહેર છે. સરકાર શ્રી તરફથી કહેવામાં આવે છે કે તે ખાળીયા નથી, પણ દાંતા છે. તેમનાથની ભમતીની પછીતની ભીતે એક બકરૂં છે અને તેમાંથી નેમનાથની ભમતીમાંનું પાણી પડે છે. અમે પાનું નંખાવી જોયું તે મંદીરમાંથી સળંગ સંબંધ જણાય છે.
- આ મકાનને સરકાર શ્રી તરફથી રાખેંગારની ઘડાહાર કહેવામાં આવે છે. અને વાદી તરફથી તેને ધર્મશાળાનું નામ શું છે તેમને પુછતાં મી. નાનાલાલ જણાવે છે કે તેમને હાલ ખબર નથી. પણ ચાર દિવસમાં જાહેર કરશું તા. સદર.
(સહી) મણીલાલ કેશવલાલ.
રા. પ્ર. કે. જજ. અખબારે સેદાગર, તા. ૧૪-૮-૯