Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
• ૨૫૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા ચેકશી છોટાલાલ ભુરાભાઈના હસ્તકને સં. ૧૯૬૩ ના આશો વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્ય છે. તે જોતાં નામું બીલકલ રાખવામાં આવ્યું નથી. તેમજ હીસાબ તપાસવાની માગણી કરતાં પ્રથમ કેટલીક આનાકાની કરેલી, પરંતુ પાછળથી હીસાબ બતાવી દીધો છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદોબસ્ત કરશે.
જ
'
જ છલ્લે ખેડા તાબે શ્રી યંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા કડાકોટડીના પાડામાં શ્રી સુમતિનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ.
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ મોહનલાલ વખતચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ સુદ ૧૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં હીસાબ ચોખી રીતે રાખે છે, અને અમોએ માગણી કરતાં તુરત દેખડાવી દીધો છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
દેરાસરમાં કાંઈ લાંબી ઉપજ જોવામાં આવતી નથી. અને જીર્ણોદ્ધારનું કેટલુંક કામ કર્યા વગર ચાલે તેવું નથી. તે સંબંધમાં સાંભળવા પ્રમાણે મુંબાઈ નિવાસી સંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદ મોતીચંદે આ દેરાસર પિતાના વડીલનું બંધાવેલ હોવાને લીધે કેટલીક મદદ આપવાને જણાવેલ છે. તે વાત ખરી હોય તે સદરહુ શેઠજી સાહેબને અરજ કરીએ છીએ કે જેમ બને તેમ તાકીદે જીર્ણોદ્ધાર કરાવવા તરફ લક્ષ આપશો.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદોબસ્ત કરશે,
લી. શ્રી સંધને સેવક.
ચુનીલાલ નાહાનચંદ. - ઓનરરી એડીટર શ્રી જે. જે. કે.
શ્રી જૈન વિદ્યા ઉદ્યોગ વર્ધક મંડળ તરફથી ચાલતી કોમશીઅલ સ્કુલના નીચે પ્રમાણે વિધાર્થીઓ નેશનલ યુનીઅન ઓફ ટીચર્સની જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે. બુક કીપીંગ–મગનલાલ જેચંદ ધ્રુવ, વેલજી લાલજી વારા, મેહનલાલ પુરશોતમ શાહ, દલીચંદ હકમચંદ મહેતા, ઝવેરીલાલ માણેકચંદ ઘડીયાળી, અને ચુનીલાલ ગાંડાલાલ કાપડીયા. હેન્ડરાઇટીંગ વેલજી લાલજી વેરા, અને મેહનલાલ પુરશોતમદાસ,શેર્ટ હેન્ડ વૃજલાલ ભીમજી રૂપાણી