Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૦૮ ].
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ.
૧૨, સન વયિ શ્રીમદ્દ હેમાચાર્યો જુના જૈન ગ્રંથને આધારે અહંન્નીતિ નામનો ગ્રંથ બનાવ્યો છે.
તેમાં જૈનેના દાયભાગ, વારસા, ગુન્હાની સજાઓ ઈત્યાદિ બાબતના અહંન્નીતિ, પ્રકરણે આવેલાં છે. જૈનેને હિંદુ લે લાગુ પાડતાં આ બાબત
સરકારના કાન પર લાવવામાં આવી હેત તે અવશ્ય તે મુજબ (મુસલમાનોની શરેહની પેઠે) અમલ થયો હેત.
જૈનોની વસ્તીની ગણત્રી ( સુમારે ૧૫ લાખની ) ઉપરથી સસ્કારી ગુન્હાઓ અને જેલખાનાના રીપોર્ટ, ખુનેની વીગતના રીપોર્ટો જોતાં માલમ પડે છે કે ગુન્હા કરનારાઓનું પ્રમાણ હિંદુસ્તાનની સર્વે જાતે કરતાં જનોમાં અત્યંત ઓછું આવે છે. એ બાબત એ કોમને મગરૂર થવા જેવી છે.
જેના મુકદમાઓ (પિત પિતામાંના ) કેર્ટીમાં બહુજ ઓછી જાય છે, અને પંચ નીમી ફેસલા કરાવવામાં આવે છે. મારવાડી જૈનોમાં તો એવા ફેસલા કરવાને અને જજ મેંટ લખવાને ન્યાતની ખાસ કર્યો છે, તેમાં રૂ, ૧ આયાથી લાખો રૂપીઆના કેસને ફેસલો કરી આપે છે; અને જેને અપીલ કરવી હોય તો રૂા. રા ની ફી આપવાથી અપીલ થઈ શકે છે. એ ફેસલાને માન નહી આપનારાઓને તાકીદ મળ્યા પછી ખ્યાતિ બહાર રહે. વાને વખત આવે છે.
મેટાં મોટાં ધર્માદા ખાતાઓને વહીવટ જેનેજ કરે છે. સભા, એસેસિએશને, મંદિ રે અને બીજા ફડના વહીવટે જુની રીતિ પ્રમાણે કરે છે, અને કોઈ પણ ધર્માદા વહીવટના મામલે કોર્ટે ચઢતા નથી.
५२. जैनोमां केलवणी. અંગ્રેજી વિદ્યા અને સામાન્ય કેળવણી તરફ હાલમાં જ સારું લક્ષ આપવા લાગ્યા છે. સંસારિક સાથે ધાર્મિક કેળવણી અપાય તે માટે સ્કૂલ અને કન્યાશાળાઓ, શ્રાવિકાશાળા ઓ અને પાઠશાળાઓ સ્થપાતી ચાલી છે. લગભગ ચારસે પાઠશાળા (ધર્મની કેળવણી આપ નારી ) જુદા જુદા ગામોમાં સ્થપાઈ છે. કેલેજનો લાભ પણ ઘણું લેવા લાગ્યા છે. ધાર્મિક કેળવણી આપવાને સભાઓ થાય છે. સાધુ મુનિરાજે પણ વિહાર સમયે પાઠશાળાઓ કાયમ કરાવી ધમે બોધ આપે છે. ઉપદેશકો પણ સારા કાર્ય બજાવે છે. જનોએ સ્થાપેલી તમામ શાળાઓ અડધે કલાક પણ ધામિઁક શિક્ષણ આપે છે. તેનું અનુકરણ બીજાઓએ કરવું જોઈએ. ઉંચી અને ઉદ્યોગ હુન્નરની કેળવણી માટે તથા સ્ત્રી કેળવણી માટે મોટાં ખાતાઓ તથા બોરડીગો સ્થપાવાની જરૂર છે.
મારવાડીઓમાં કેળવણુને પ્રચાર બીલકુલ નહીં' જેવો છે. ઘણુઓ નાનપણથી જ ધંધે લગાડવાનું પસંદ કરે છે. એ રીતે તેઓની જીંદગી ખરાબ થાય છે. મારવાડ દેશમાં વિઘાને પ્રચાર સાર થતા જાય છે, અને ત્યાં ઘણું મારવાડી ગ્રેજ્યુએટ નજરે આવે છે.
५३. जैनोमां कुरीवाजो. જમાં ચાલતા કેટલાએક બેટ રીવાજે અજ્ઞાનતા અને સંગતિષને લીધે દાખલ થયા છે; એમાંના કેટલાએક નીચે પ્રમાણે છે