Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૯૦૯
વીરમગામ પાંજરાપેાળ.
( ૨૨૧
વીરમગામ પાંજરાપેાળ.
અમારા પાંજરાપાળ ઇન્સ્પેકટરે ગઇ તા ૨૨-૧૦-૦૯ ના રાજ વીરમગામની પાંજરાપાળ તપાસી છે. આ પાંજરાપાળને વહીવટ કરવાને માટે મહાજન તરફથી એક કમીટી નીમાયેલી છે, જે કમીટી વખતે વખત મળે છે, અને દરેક કામ સતાષકારક રીતે ચાલે છે. કમીટીમાં જો કે વૈશ્નવાના નામે જોવામાં આવે છે તાપણ જૈન ભાઇએ પાંજરાપાળ તરફ્ વધારે ધ્યાન આપે છે. અહિં આં એક બીજું નાનું મહાજન કહેવાય છે અને તે મહાજન તરથી એક જુદીજ પાંજરાપાળ ચલાવવામાં આવે છે. આવી રીતે એકજ શહેરમાં એ જુદી જુદી પાંજરાપાળ ચાલે છે. જો અંદર અંદરના મતભેદ નીકળી જાય અને અને પાંજરાપેાળ એક થઇ જાય તેા બંનેને ઘણાજ ફાયદો થવા સંભવ છે.
પાંજરાપોળનાં મકાને ઘણાં સુંદર છે પરંતુ જનાવરાને રહેવા લાયક કહી શકાય નહિ. મકાનમાં વેટીલેશન જેવુ જોઇએ તેવું નથી.
બંને પાંજરાપોળની ઉપજ ધણી સારી છે. અહિં કપાસનેા વેપાર ધણા સારા ચાલે છે. અને તે વેપાર ઉપર પાંજરાપોળના લાગા નાંખેલા હેાવાથી પાંજરાપેાળને વાર્ષિક આવક ઘણી સારી છે. ખર્ચ બાદ કરતાં જે કાંઈ વધે છે તે દર વરસે કાઈ સારા વેપારીને ત્યાં જમે રહે છે. વેપારના લાગા ઉપરાંત શ્રાવકામાં શુભાશુભ પ્રસંગાપર પાંજરાપેાળમાં અમુક ધર્માદા આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે ગામમાં કોઇ પણ માણસને પેાતાને ત્યાંના માઠા પ્રસંગપર પાખી પળાવવી હોય ત્યારે પણ તે માણુસને પાંજરાપેાળમાં ૫૫૧ રૂ પીઆની રકમ ભેટ કરવી પડે છે.
સારા
અહિંની પાંજરાપેાળમાં જનાવરા સાા અને કામ કરવાને લાયકના થાય કે તરતજ કાઇ સારા ગૃહસ્થને વેચાતા આપવામાં આવે છે, એવે કરારે કે તેઓએ તે જનાવરને સખત કામ આપવું નહિં તેમજ બીજા કોઇને વેચાતુ આપવું નહિં, પરંતુ જ્યારે માંદું અથવા કામ કરવાને અશકત થાય ત્યારે પાછું પાંજરાપેાળમાં લાવવું.
માંદા જનાવરાને માટે વૈદકની મદદ ખીલકુલ મળતી નથી. તેએ ઘણીજ હેરાનગતી ભાગવે છે. એક હામ છે તે કેટલીક દેશી દવાઓમાં ભેળસેળ કરી જખમેાપર પાટા-પીઠી કરે છે પણ તે ઉંટવૈદ હોવાથી કેટલીક વખત રજતુ ગજ અને ધંધાનું ચતુ કરી નાંખે છે. માંદા જનાવરાની સંખ્યા પણ અહિં વધારે રહે છે. પાંજરાપાળની પૈસા સબંધમાં ઘણી સારી સ્થિતિ જોતાં પાંજરાપોળને ખરચે એક વેટરીનરી આસીસ્ટંટની નીમણેાક કરવાની ભલામણ કરવી કોઈ રીતે અયેાગ્ય લેખાય નહી. જો તેમ ન અને તા ારાડી ગાશાળા જે અહિથી નજીક છે ત્યાં સરકાર તરફ્થી એક વેટરીનરી સરજન રહે છે તેની સાથે ખાનગીમાં અગર તેના ઉપરીની મારફત કઈ પણ ગાઠવણુ કરી તે માણુસ દર અઢ વાડીએ એક વખત અહિં આવી જાય અને માંદા જનાવરાની સારવાર કરે એવી થાય તાપણુ વધારે ફાયદો થાય તેમ છે.
સગવડ
કેટલાક માંદા જનાવરેાને દવાઓ આપી છે અને કેટલાક રોગાને માટે દવાઓ ઉતારી આપી છે.
ઉપયાગી