Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
. ર૨]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
અમદાવાદ પાંજરાપોળ.
અમારા વેટરીનરી સરજને આ પાંજરાપોળ તા. ૨૫-૧૦-૦૮ ને રોજ તપાસી છે અને પિતાના રીપોર્ટમાં જણાવે છે કે –
અમદાવાદમાં બે પાંજરાપોળ છે. એક ઝવેરીવાડામાં અને બીજી માંડવીળમાં. ઝવેરીવાડની પાંજરાપોળ ઘણી મોટી છે અને તેના તાબામાં લગભગ ૧૫૦૦ થી ૧૭૦૦ જનાવરે છે. અમદાવાદ શહેરમાં આ પાંજરાપોળના કંપાઉન્ડમાં ઝાઝા જનાવરે રહી શકે એટલી સગવડ નહિં હવાથી ફક્ત અશક્ત અને માદા જનાવરેનેજ અહિં રાખવામાં આવે છે; જ્યારે જુવાન અને અશક્ત જનાવરે અહિંથી થોડે દુર રાચેડા નામનું એક ગામ છે, કે જ્યાં આ પાંજરાપોળની બ્રાન્ચ છે ત્યાં રાખવામાં આવે છે. જનાવરની માવજત ઉત્તમ રીતે કરવામાં આવે છે; ઉત્તમ કાક આપવામાં આવે છે અને પાણી પણ સ્વચ્છ અપાય છે. પાણી પાવાની કુંડીઓ વખતો વખત સાફ થાય છે.
- આ પાંજરાપોળમાં એક મોટું કબુતરખાનું છે જેમાં ૧૫૦૦ થી ૨૦૦૦ ને આશરે . કબુતરોને રાખવામાં આવેલા છે. કંઈ પણ કારણ વગર, જંગલમાં ઉડીને ચારે ચરી શકે તેવા પક્ષીઓને જે કેદ કરી રાખવામાં આવે તો તે પસંદ કરવા લાયક ગણાય નહિં.
પાંજરાપોળનું મકાન મોટું છે, જેમાં અશક્ત, માંદા, નાના બચાઓ, કામ કરી શકે તેવા જનાવરે, વગેરેને રાખવાને માટે જુદા જુદા વાડે બાંધેલા છે. માંદા જનાવરોને રહેવાને માટે એક જુદી જ ઈસ્પીતાલ બાંધેલી છે. જો કે મકાને સ્વચ્છ રહે છે તે પણ કંપાઉન્ડમાં કેટલીક જગ્યાએ ખાડાઓ હોવાથી ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તે આવા ખાડાઓ કાંકરી અગર માટી નાખી પુરાવી દેવાની જરૂર છે.
આ પાંજરાપોળમાં નાના બકરાંઓ મેટી સંખ્યામાં આવે છે અને દરેક પ્રયત્ન કરવા છતાં પણ લગભગ સધળાં મરી જાય છે.
અમદાવાદ પાંજરાપોળમાં માંદા જનાવરેને માટે જેવી જોઈએ તેવી સારવાર કરવાથાં આવે છે છતાં પણ તેમાં કેટલેક સુધારો કરવાની જરૂર છે. અમદાવાદ લોકલ બેડ વેટરીનરી ડીપેનસરી ફંડમાં પાંજરાપોળ તરફથી એક મોટી રકમની વાર્ષિક મદદ આપવામાં આવે છે અને તેના બદલામાં તે ડીસ્પેનસરીના ડાકટર સાહેબ અમદાવાદ પાંજરાપોળની અઠવાડીએ એક વખત મુલાકાત લે છે, અને માદા જનાવરેને દવાઓ આપે છે, પરંતુ અહિં માંદા જનાવરોની સંખ્યા ઘણું રહેતી હોવાથી ડાકટરની હમેશાં હાજરીની જરૂર છે, જેથી જે એક વેટરીનરી આસીસ્ટંટને ખાસ તેજ કામને માટે પાંજરાપોળ તરફથી રોકવામાં આવે અને તે આસીસ્ટંટ લોકલબોર્ડ વેટરીનરી ડીસ્પેન્સરીના સરજન સાહેબની સુચના પ્રમાણે જનાવરોની સારવાર કરે તો ઘણું ફાયદે થવા સંભવ છે. વળી જે થોડું વધારે ખર્ચ કરી દવાઓને જ રાખવામાં આવે છે તે આસિસ્ટંટ શહેરના ગરીબ માણસેના માંદા જનાવરની પાંજરાપોળ તરફથી મત સારવાર કરશે અને તેમ થવાથી જીવદયાના ઉંચ હેતુ જળવાયાની સાથે પાંજરાપોળની લેકપ્રયિતામાં વધારે થશે.