Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૮૦૯ ]
જૈન વેતામ્બર એજ્યુકેશનલ બેડના નિયમે.
[ ૨૩
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશનલ બોર્ડના નિયમે.
નામ અને સ્થળ ૧ આ બેર્ડનું નામ “શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશનલ બેડ ” રાખવામાં આવ્યું : છે; તેની ઓફીસ મુંબઈમાં રહેશે.
ઉદ્દેશ ૨ કેળવણી સંબંધી યોજનાઓ તથા તમામ પ્રકારનાં કાર્યો કરવાં એ આ બેર્ડને ઉદેશ છે. (જુઓ સાતમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને ઠરાવ ૫ મે પેટા વિભાગ સાતમો).
સંખ્યા. ૩ હાલ જે બોર્ડ કોન્ફરન્સ નીમેલ છે તે વખતો વખત પિતામાં વધારે ઘટાડે કરી શકશે પણ બોર્ડના સ્થાનિક સભાસદની એકંદર સંખ્યા ત્રીશ તથા બહાર ગામ વસતા સભાસદોની સંખ્યા ત્રીશ મળી સાઠથી વધારે થઈ શકશે નહીં.
૪ બેડના મુંબઈમાં વસતા સભાસદેમાંથી કોઈ સભાસદ લાગલગાટ ચાર સ્થાનિક સભાઓમાં વગર કારણે ગેરહાજર રહેશે, તે તેનું નામ સ્થાનિક બર્ડ રદ કરી શકશે.
- બોર્ડની મીટીગે. ૫ આ બોર્ડની. સભા ઓછામાં ઓછી વર્ષમાં ત્રણ વાર અને જરૂર પડે તે વધારે વાર મુંબઈમાં મળશે.
અ આગલા વર્ષના એં. સેક્રેટરી કેન્ફરન્સની ફરી બેઠક થયા પછી એક માસની અંદર નવીન વર્ષ માટેની બેડની પ્રથમ સભા બેલાવશે. તે સભામાં સભાસદોમાંથી નવા વર્ષ માટે એક પ્રમુખ, એક ઉપપ્રમુખ, બે એ. સેક્રેટરી અથવા એક એ. સેક્રેટરી અને એક પગારદાર સેક્રેટરી તથા બે એડીટરની નીમણુક થશે. આ સભામાં નીમાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીઓને અધિકાર આ સભાથી ગણાશે. ‘છ માસિક સભામાં આગલા છ માસને રીપેર્ટ એ. સેક્રેટરી રજુ કરશે.
જ વાર્ષિક સભામાં વાર્ષિક રીપોર્ટ તથા એડિટ થએલો હિસાબ એડિટરના રિપોર્ટ સાથે ઓ. સેક્રેટરી રજુ કરશે અને બહાલ રહે કોન્ફરન્સની ફરી બેઠક જ્યાં થવાની હેય ત્યાંની રીસેપ્શન કમીટીના ચીફ સેક્રેટરી ઉપર તે કોન્ફરન્સમાં રજુ કરવા માટે તથા કેન્દુરન્સ હેડ ઓફીસ ઉપર મોકલવામાં આવશે. આ સભા કોન્ફરન્સની ફરી બેઠક જે સમયે મળવાની હોય તેની અગાઉ લગભગ દોઢ મહીને મળશે.
૬ બોર્ડની એક જનરલ સભા કોન્ફરન્સની ફરી બેઠક જે સ્થળે થવાની હેય તે સ્થળે, અને જે દિવસે થવાની હોય તેના આગલા દિવસે સાંજના મળશે અને તે પ્રસંગે કોન્ફરન્સમાં કેળવણીના ઠરાવ સંબંધમાં વિચાર કરવામાં આવશે.
૭ નવા સભાસદની નીમણુક માટે જે સભાસદ. દરખાસ્ત લાવવા ધારતા હોય તેમણે