Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
edib.
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વરસે
-
-
Bene ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રાયો.
(૧) ધાર્મિક શિક્ષણ આપવાની આવશ્યકતા છે?
શું પૂર્વ કે શું પશ્ચિમમાં ધર્મની અસર વ્યાવહારિ કે કિક કેળવણું ઉપર સદા તેજ હોય છે...... આગળ તો ધર્મ એજ બન્ને દેશોમાં મુખ્યત્વે કરી કેળવણીને વિષય હતો. ધર્મને સંબંધ ગૃહવ્યવસ્થા, જનસમુદાય વ્યવસ્થા વિગેરે અનેક સાથે રહેલ છે; અને આત્યંતરિક શાંતિનું સ્થાન છે, છતાં બાહ્ય વિષયમાં પ્રવૃત થતાએામાં સારા સંસ્કાર પાડવા સમર્થ છે. મનુષ્ય વ્યક્તિને બહિ:સષ્ટિ કે જેમાં બીજા મનુષ્ય ભાઈઓને સમાવેશ થાય છે તેવી બહિસૃષ્ટિ સાથે અનેક પ્રકારને સંબંધ જણાવામાં લાવનાર ધર્મ શિક્ષણ જ છે. સારે રસ્તે ધર્મનીતિની કેળવણી અપાય તે ખોટા વહેમને નાશ થાય અને ખરૂં રહસ્ય ઉદ્દઘાટન પામવાથી ખરી શ્રદ્ધા સુદઢ બને.
શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતા, બી, એ, ધર્મ એ એક પ્રબળ શક્તિ છે. હે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તે મનુષ્યને સુધારવાનું, ઉચ્ચ માગે હેને લઈ જવાનું અને હેની પાસે રહેતાં હેટાં પરમાર્થિક કાર્યો કરાવવાનું તે એક ઉત્તમ સાધન થઈ પડે છે. સામાન્ય જન સમાજને તે હેના વિના બીજુ એકે નિયંત્રણનું બળ નથી.
કાન્તિલાલ છગનલાલ પંડયા, બી. એ. સવ દેશીય ધર્મ cosmopolitanism) હજી સુધી સૃષ્ટિમાં પ્રવર્યો નથી ત્યાં સુધી ધાર્મિક શિક્ષણ-અમુક ધર્મનું–આપવું જોઈએ. એની આવશ્યકતા નીચેના બે સુપ્રસિદ્ધ દષ્ટાંત ઉપરથી તાદશ થશેઃ ૧- પી. એન. જી. વેલિન્ડર (મુંબાઈ) પ્રથમ હિન્દુ હતા; પાછળથી