Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
આવ્યાં હતાં, ત્યાર પછી નીચે પ્રમાણે આ બોર્ડના દારેની નીમણુક કરવામાં આવી. શેઠ કલ્યાણચંદ શેભાગ્યચંદ–પ્રમુખ મીમોતીચંદ ગીરધર કાપડીઆ ' ),
બી. એ.એલ એલ. બી. સોલીસીટર જ
મી. મનસુખલાલ કીરચંદ મેહેતા Uજ મી. લખમશી હીરજી મૈસરી બી. એ. એલ એલ. બી.-ઉપપ્રમુખ આ વખતે આ બોર્ડ માટે નિયમનો ખરડો તૈયાર કરવા આ બોર્ડમાંથી પાંચ મેંબરોની એક કમીટી નીમવામાં આવી હતી. તા. ૨૭-૬-૦૯ ની મીટીંગ વખતે મજકર ખરડો રજુ કરવે એ ઠરાવ કરી મિટીંગ વિસર્જન થઈ હતી.
જીર્ણમંદિરોદ્ધાર કમીટી-મળી તા. ૧૮-૬-૦૮ શેઠ નેમચંદ માણેકચંદ-પ્રમુખ, શેઠ મોહનલાલ પૂંજાભાઈ સેક્રેટરી, નીમાયા.
નિરાશ્રિત કમીટી મળી તા. ૧૮-૬-૦૯ શેઠ માણેકલાલ ઘેલાભાઈ–સેક્રેટરી નીમાયા.
મુંબઈના શ્રી સંઘની તા. ૧૦-૬-૦૯ ની મીટીંગ વખતે મીટ હેરૂભાઈ ચુનીલાલે મુંબઈમાં સુકૃતભંડાર ઉઘરાવવાનું માથે લેવા દર્શાવ્યું હતું તેથી તેમણે આ કામ માટે સ્વયંસેવક મેળવવા જાહેર ખબર આપી આ સ્વયંસેવકોની તથા શ્રી તીર્થરક્ષક સ્વયંસેવક મંડળની એક મીટીંગ તા૨૦-૬-૦૯ ના રોજ મીત્ર મકનજી જુઠાભાઇ મહેતા બી. એ. એલ એલ.બીના પ્રમુખ પણ નીચે મળી હતી.
ધી જૈન તીર્થરક્ષક સ્વયંસેવક મંડળ ડીસેવ થયેલું જાહેર કરવામાં આવ્યું અને તેની જગાએ ધી જૈન સ્વયંસેવક મંડળ નામનું નવું મંડળ સ્થાપવામાં આવ્યું. આ મંડળના
સેક્રેટરી તરીકે મી. લહેરૂભાઈ ચુનીલાલ નીમાયા. પછી મુંબઈમાં સુકૃતભંડાર ફંડ ઉઘરાવવાનું , ઉપાડી લેવાને આ મંડળે ઠરાવ કર્યો. આ વખતે કોટવોર્ડમાં આ ફંડ ઉઘરાવી આપવા મા મોહનલાલ પૂંજાભાઈએ માથે લીધું.
સક્કર કેશર પરીક્ષક કમીટી-મળી તા. ૨૧-૬-૦૮ મી. મોતીલાલ કુશળચંદ શાહ–સેક્રેટરી નીમાયા.
આ કમીટીને રીપોર્ટ સેક્રેટરીએ જલ્દી તૈયાદ કરી કમીટી આગળ રજુ કરે એમ ઠરાવ કરવામાં આવ્યો.
ધી જે સ્વયંસેવક મંડળની બીજી મીટીંગ તા ૨૨-૬-૧૯૦૮ ને રોજ મળી હતી. તે વખતે મુંબઈના ૧૧ વર્ડ પાડવામાં આવ્યા હતા, અને પ્રથમ કાલબાદેવી વર્ડ હાથ ધરવાનું ઠરાવવામાં આવ્યું હતું, આ વડના ત્રણ જુદા જુદા વિભાગે પાડી દરેક વિભાગ માટે બબે ત્રણ ત્રણ સ્વયંસેવકો નીમવામાં આવ્યા. ત્યાર પછી સુકૃતભંડારના હેતુઓ લોકોને સમજાવવા માટે મુંબઈમાં જુદે જુદે સ્થળોએ જાહેર મીટીંગ બોલાવી ભાષણો આપવાને ઠરાવ કરી ફંડ ઉઘરાવવાનું અશાડ સુદી ૧૫ થી શરૂ કરવાનું નક્કી કરી સભા વિસર્જન થઈ હતી.
એડવાઈઝરી બોર્ડની બીજી મીટીંગમળી તા. ૨૪-૬-૧૯૦૮ બહાર ગામમાં સુકૃતભંડાર ફંડ ઉઘરાવવા સંબંધી પત્ર વ્યવહારાદિ કાર્યો કરવા માટે એક સુકૃતભંડાર કમીટી નીમી અને તે કમીટીના સેક્રેટરી શેઠ મોહનલાલ પૂંજાભાઈને નીમવામાં આવ્યા;
એજ્યુકેશન બેડેની બીજી મીટીંગ–મળી તા. ૨૭-૬-૦૯ નિમેલી સબ કમીટીએ તૈયાર કરેલું નિયમને ખરડે રજુ કરવામાં આવ્યો હતે અને તે ખરડાની નકલ દરેક મેમ્બરને મેકલવી, એમ નકી કરવામાં આવ્યું.