Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૮ ] ના, ગ, સ, સ્થાનકવાસી કે, મોકલાવેલ સલાહકારક સંદેશ. [ ૯૧
રવાને રીવાજે તમારા સમાજને ઘણે નાશીરૂપ છે. પેટા કેમ, કે જેની હયાતિ મારા સમજવા પ્રમાણે જૈન ધર્મના નિયમોની વિરૂદ્ધ છે તે પેટા કેમે રદ કરવાથી આ રીવાજે સહેલથી નાબુદ કરી શકાય. તમારામાંનાં દરેક વિચારવંત પુરૂષે પિતાના ખાનગી વ્યવહારમાં તથા પિતાના કુટુંબી સંબંધી એમાં આવા રીવાજે ચાલવા દેવાની મજબુત રીતે સામું થવું જોઈએ.
જ્ઞાતિબંધારણું મુખ્ય બદી જ્ઞાતિના બંધારણની છે. હાલ જે રીતે જ્ઞાતિ બંધારણ ૨. ચાયેલું છે તેવા બંધારણવાળી જ્ઞાતિઓ લાભ કરતાં નુકશાન વધારે કરે છે. જ્ઞાતિબંધનથી જેઓ બંધાયેલા રહે છે તેઓની જીંદગીની દ્રષ્ટિમર્યાદા તેથી સંકુચિત થાય છે, બીજી કેમ સાથને છુટ. વહેવાર કે જે કેળવણી માટે સઉથી વધારે સંગીન રીત છે, તે જ્ઞાતિબંધનથી અટકે છે, રાષ્ટ્રિય જુસ્સે –ઐકય પર તેની ઘણું નુકશાનકારક અસર થાય છે. રાષ્ટ્રિય વિચારે તથા રા યિ લાભો અંધકારમાં જઈ પડે છે. જ્ઞાતિ બંધનમાં કેટલાક સારા મુદા હશે. પણ હાલ તેની જે સ્થિતિ છે તે પ્રમાણે તે બધા સુધારાને માટે હું મન થઈ પડયું છે, અને તેથી અજ્ઞાનતામય વહેમેને તેથી ઉત્તેજન મળે છે, તમારા શાસ્ત્રોમાં એવું કાંઈ નથી કે, જેથી જ્ઞાતિઓની હયાતિને બહાલી મળતી હોય. જૈનની અંદર જે જે જ્ઞાતિઓ છે, તે જ્ઞાતિઓની તવારીખ બતાવી આપે છે કે સિકાઓ સુધી તમેએ જ્ઞાતિ બંધારણ દાખલ કરવાની સામે લડત ચલાવી હતી અને તદન ઘણા નજીકના વખતપર બીજા પંથે તથા બીજી કેમ સાથેના વ્યવહાર અટકાયત કરવામાં આવી છે. તમારી સમાજ એક વિચારવાળાં માણસનું મંડળ (બ્રધરહુડ) હતું, અને તે મંડળમાં સિકાઓ સુધી તમેએ બીજી જ્ઞાતિઓ તથા બીજા ધંધાના માણસોને દાખલ કર્યા હતા અને સંસારી શકિત તથા રહેણી કરણીમાં ઘણે તફાવત હોવા છતાં તમોએ તેઓને તમારા મંડળમાં દાખલ કર્યા પછી તેઓ સાથ સંપુર્ણ વહેવાર રાખ્યો હતો. થોડા જમાનાની વાત પર બધી કેમવાળા જેને હિંદુઓમાંની બીજી કેમના લેકે સાથ જમતા હતા તથા તેઓ સાથે બેટી વહેવાર પણ રાખતા હતા અને દિલગીરીની વાત છે કે આ વહેવાર બંધ પાડવાની વલણ જોવામાં આવે છે. ગયા સૈકામાં કેમોની સંખ્યા ઘણી વધી પડી છે. પણ કેમ જોડાઈ જઈ એક થતી હેવાને એક પણ દાખલે જેવામાં આવતું નથી. આથી વધુ વિભાગ પડતા અટકાવવા જોઈએ, અને હાલના વિ. ભાગેને એકત્ર કરવાની હિલચાલ શરૂ કરવી જોઈએ. કેમ એ મુખ્ય કરીને જુદા જુદા માણસને ઓળખાવનારો કૃત્રિમ લે છે. માણસે વચ્ચે, તેઓના