Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. વ્યાજ સારૂં પેદા થાય છે. મુંબઈ પાંજરાપોળ તરફથી તેમજ બીજી ટીપ મારફત આ પાંજરાપોળને ઉપજ ઘણું સારી થાય છે. એકંદર ખર્ચના પ્રમાણમાં ઉપજ ઘણી સારી છે.
આ પાંજરાપોળનું મકાન થોડા વખત પહેલાં જ નવું બાંધેલું છે. તે ઘણું વિશાળ છે અને ત્યાં જનાવરોને રહેવાની સગવડ કે સારી છે પણ એમાસામાં તે મકાનના નાના ઓરડાઓમાં જનાવરને ગંધાઈ રહેવું પડે છે, અને તેથી કરીને તેઓને ઘણું જ દુઃખ સહન કરવું પડે છે, કેમકે માસામાં ડાંસ તથા મચ્છરને ઉપદ્રવ ઘણે થાય છે, જનાવરેને હેરાન કરી મેલે છે. આ હેરાનગતીમાંથી બચાવવા માટે તેમને રાતની વખતે એરડાઓમાં પૂરવામાં આવે છે. ઓરડાઓ એટલા નાના છે કે તેમાં ૨૦ જનવરેનેજ સમાવેશ થઈ શકે તેમાં પ૦ જનાવરને રાખવામાં આવતાં હોવાથી અને વળી હવા તથા અજવાળાની સગવડ નહીં હોવાથી તેઓ દુખી થાય છે તેથી અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મોતીચંદ કુરછ ઝવેરીએ ઓરડાઓ વધારવાની તથા એકેક ઓરડામાં ૨૦-૨૫ જનાવરોને રાખવાની તથા હવા અને અજવાળાને માટે જાળીઓ મેલવાની તેમજ વખતે વખત કારબલીક પાઉડર છાંટવાની ભલામણ કરી છે.
આ પાંજરાપોળના મકાનને કંપાઉન્ડ ઘણેજ માટે હવાથી જનાવરોને હરવા ફરવાની સગવડ સારી છે. શિયાળામાં અને ઉનાળામાં આહીના જનાવરોને પાંજરાપોળથી બે ગાઉ દુર આવેલ પાંજરાપોળના બીડમાં ખુલી હવામાં રાખવામાં આવે છે -
આ પાંજરાપોળમાં દુધાળાં જનાવર ઘણું જ ઓછાં છે અને તેઓનું દુધ બકરાંઓને પાવાના કામમાં આવે છે. તેથી તેની ઉપજ આવી શકતી નથી. આ પાંજરાપોળમાં રહેતાં
નાવરેને માટે વૈદની જોગવાઈ નથી. બે ચાર ભરવાડે રહે છે તે જાણવા પ્રમાણે દેશી દવા કરે છે.
શિયાળા ઉનાળામાં બીડમાં જનાવરને રાખવામાં આવતા હોવાથી, ખુલ્લી હવા ચરીને ખાવાનું ઘાસ અને ચેખું પાણી મળતાં તેમની તંદુરસ્તી ઘણુ જ સારી રહે છે. તે વખતમાં માંદા જનાવરેને ચંદી આપવામાં આવે છે અને જ્યારે ચોમાસામાં બધા જનાવરેને પાંજરાપોળમાં રાખવામાં આવે છે ત્યારે તમામને બે વખત ચંદી તવા પુરતું ઘાસ મળે છે.
નાનાં બકરાં અને ગાડરાંની સંખ્યા શિયાળામાં એકદમ વધી જાય છે. વરસમાં આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ ભેગાં થાય છે પણ કમનશીબે બધાં મરી જાય છે, તેનું ખરું કારણ તપાસતાં માલમ પડે છે કે ભરવાડે બેકડાઓને ઘણી જ નાની અવસ્થામાં, જન્મીને થોડા દિવસના ન થયા હોય ત્યાંજ પાંજરાપોળમાં મોકલાવી આપે છે. આ વખતે તેમને ધાવણની જરૂર હોય છે પણ તેમની માનું ધાવણ નહીં મળવાથી તેમજ બીજી પણ કેટલીક સારવાર નહીં થતી હોવાથી મરણપ્રમાણ એકદમ વધી જાય છે.
આ પાંજરાપોળને અંગે એક મોટું કબુતરખાનું છે અને તેમાં અસંખ્ય કબુતર અને બીજા પક્ષીઓ ચારે લેવાને માટે આવે છે.
અહીંઆ માલાની ઉત્પતિ ઘણી છે. ચોમાસામાં તળાવમાં અને ખાબોચીઆમાં પાણી ભરાઈ જાય છે. તેમાં અસંખ્ય માછલાં થાય છે. શીયાળાની આખરમાં તે તળવે અને ખાબોચી સુકાઈ જાય છે, ત્યારે મહાજન તરફથી તેઓને લેવરાવી બીડમાં એક ખાબોચીયામાં રાખવામાં આવે છે, અને તેમાં કુવાનું પાણી ભરી રાખવામાં આવે છે. આવી રીતે આ નાનાં જળચર પ્રાણીઓને બચાવવા માટે જ આ પાંજરાપોળને વાર્ષિક રૂ. ૩૦૦૦)નું ખર્ચ લાગે છે. - આ પાંજરાપોળમાં ધાસ મેટા જથામાં રાખવામાં આવતું હોવાથી તે દુકાળના વખતમાં બઈ ઉપાગી થઈ પડે છે,