Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
એ નિયમજ ખરે છે. મૃત માણસની પાછળ તેના કુટુમ્બીઓ જે કાંઈ કરશે તેને લાભ તેને મળશે નહિ. તે તે બિચારે કોણ જાણે કેવી ગતિમાં રઝળતો હશે. આવી સ્થિતિ છતાં પણ કારજ (દાડા) કરવાનો રીવાજ અન્ય કેમેમાં થતા બારમાના રીવાજને અનુસરી આપણામાં ઘર કરીને રહ્યો છે તે અન્ય કોમો સાથેના આપણા પરિચય, ગાઢ સંસર્ગને જ આભારી છે. માત્ર દેખાદેખીથી જ અન્ય ધમઓની માફક વર્તવામાં આવે છે.
પ્રાચીન સમયમાં નજદીકના સંબંધીના મૃત્યુથી થતા શોકના સાન્દન નિમિત્તે દિલાસ આપવા માટે દૂર વસતા સંબંધીઓ, મિત્રો આવતા. તેઓને જમાડવામાં આવતા હોય (મિષ્ટાજો તે નહિજ ) અને તેઓની સંખ્યા વધારે હોય તે ગામમાં વસતા પિતાના સગાવ્હાલાને મદદને માટે બોલાવવામાં આવતા હોય, વળી કોઈ પ્રસંગે વવૃદ્ધ શ્રીમાન પુરૂષનું મરણ થયું હોય અને જાહેરજલાલીના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ સત્વર મોકલવાના હાલના જેવા સાધનના અભાવે ઘી ગોળ ધાન્ય વીગેરે ઘરમાં ભર્યા હોય તેને ઉપયોગ કરવામાં આવતો હોય તેથી કાંઈ કારજ કરવાના રીવાજને હવે પણ વળગી રહેવાને સબળ કારણ મળતું નથી.
મિષ્ટાન્નના જમણવાર, આનંદસૂચક જમણવાર બીજા કોઈ પ્રસંગે થાય અગર ન થાય તેની દરકાર નહિ, પરંતુ સંબંધીના મૃત્યુ પ્રસંગે અપાર દીલગીરીમાં ગીરફતાર થયા હોઈએ ત્યારે કારજરૂપે કરવા જ જોઈએ. જ્ઞાતિજનો આડકતરી રીતે દબાણ કરી દાડા કરવાની ફરજ પાડે એ કેટલું શરમ ભરેલું ?
કુટુમ્બી જનોનું પોષણ કરનાર, કુટુંબને નિરાધાર સ્થિતિમાં મુકી આ ફાની દુનિયામાંથી હમેશને માટે દૂર થતાં તેની સ્ત્રી પુત્રો વગેરે ધારા આંસુ પાડતાં પિક મુકીને રડતાં હેય તે પ્રસંગે, શોક ધારણ કરવાને પ્રસંગે જ્ઞાતિજને બાજુમાં બેસીને લાડવા ઉડાવે એ રીવાજ તે જંગલી પ્રજા પણ પસંદ કરશે નહિ.
જ્ઞાતિમાં કોઈનું મૃત્યુ થતાં કહેવામાં આવે કે બે ત્રણ દિવસ તો લાડવા પાક્યા એ પશુવૃત્તિ નહિ તે બીજું શું ? ૧૮-૨૦ વર્ષની ઉંમરને પુરૂષ બાળા-વિધવા મુકીને ગુજરી જાય તેવા પુરૂષને દાડા ખાવાવાળા માણસને કેટલા ધિક્કારને પાત્ર ગણવા ? અત્યંત ગમગીનીને ગંભીર પ્રસંગે હર્ષનું પ્રદર્શન જમાવવું, આનંદથી પ્રીતિ ભોજન ઉડાવવું એ કે અન્યાય !
પુત્ર જન્મ જેવા માંગલિક પ્રસંગે કાંઈ નહિ કરતાં, મરણ પ્રસંગે જમણવાર કરવામાં આવે એ કેટલું અઘટિત ?
મરનારની વિધવાને રોટલાનો પણ સાંસા પડતા હોય, મહા મુશ્કેલીથી બાળ બચ્ચાંને ઉછેરી મેટાં કરવાનાં હેય તેવી સ્થિતિમાં પણ જ્ઞાતિ બંધુઓ તરફથી દાગીના વટાવી ઘર વેચી દાડે કરવાની સલાહ આપવામાં આવે, ફરજ પાડવામાં આવે, તેઓને મિત્રના લેબાસમાં શત્રુની ગરજ સારતા પુરૂષ કેમ ન ગણવા? - આ સંબંધમાં જ્ઞાતિના શ્રીમાન આગેવાને જેટલા ધિક્કારને પાત્ર છે તેટલા બીજા