Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૪૪ ]
જૈન કેન્ફરન્સ હેર૯૭.
[
આ વખતે એજ્યુકેશન બોર્ડની સ્થાપના થઈ છે. તે પણ એક આપણું કેન્ફરન્સની સાતમી બેઠકને જયધ્વજ ફરકાવે છે. આ બોર્ડના સભાસદે હવે સુરતમાં પિતાનામાંથી પ્રેસીડેન્ટ તથા સેક્રેટરીઓ ચુંટી કાઢી પિતાનું કાર્ય આરંભશે. આ કેળવણીના બેડ ઉપર કેળવણમાં પછાત પડેલી આપણી જૈન કોમના અભ્યદયનો આધાર છે. તેટલા માટે શરૂઆતથી જ આ બેડ પુખ્ત વિચાર ચલાવી નવીન વર્ષ દરમિયાન પિત કરવાનાં કાર્યોની રૂપરેખા (Outline) દેરી કાઢશે. અને આશા છે કે ભવિષ્યમાં બેડ એવાં કાર્યો કરે કે જેથી આ પણ કેમમાં અજ્ઞાન અંધકાર નષ્ટ થાય, અને જ્ઞાન પ્રદીપ પ્રગટી ચિરકાળ આપણી કામને ઉન્નતિના ઉચ્ચ શિખરે લઈ જાય.
અમે સાતમી કોન્ફરન્સને એક બીજા સંગીન કાર્ય માટે અભિનંદન આપીએ છીએ. આપણા પવિત્ર તીર્થોની રક્ષા માટે તીર્થસંરક્ષણ કમીટી નીમી સાતમી કેન્ફરન્સે એક ઉત્તમ પગલું ભર્યું છે. આપણે કેટલાંક તીર્થો ઉપર સાંપ્રત કાળમાં ઘણું વાદળે આવવા લાગ્યાં છે. આ વાદળ વિખેરી નાખવા આ તીર્થ સંરક્ષણ કમીટી સુપ્રયાસ કરશેજ, એમ અમે દઢ રીતે માનીએ છીએ. આ કમીટી પ્રથમથીજ સુબંધારણથી દઢ થઈ શ્રી સંઘે સેપેલ કાર્ય કરવા ઉત્સાહી, બને તથાસ્તુ. - આ વખતે વળી છ સદગૃહસ્થની એક અતિહાસિક કમીટી નીમવામાં આવેલી છે. તે પણ એક સાતમી કોન્ફરન્સનું શુભ પગલું છે. આપણું અવ. . , ચીન સ્થિતિનું ભાન પ્રાચીન ઈતિહાસજ કરાવે છે. પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસને સરખાવતાં આપણને માલુમ પડે છે કે આપણે કેટલા પાછળ પડેલા છીએ. તે શિલાલેખ તથા જૂના ગ્રંથે ઉપરથી આપણે ઈતિહાસ રચવા માટે આ કમિટી આપણું કે મને બહુ ઉપયેગી થઈ પડશે. આ કમીટી પણ પિતાના કાર્ય આરંભ તુરતમાંજ કરશે, એમ અમારી સંપૂર્ણ ખાત્રી છે.
શ્રી સાતમી કેન્ફરન્સને સંપૂર્ણ ફતેહ આપનાર સુકૃત ભંડારનો ઠરાવ છે. અમે આ ઠરાવ માટે લાંબા વખતથી સૂચના કરતા આવ્યા છીએ, અને તેનું આ ફળ આવેલું હોવાથી અમને ઘણું જ સંતેષ ઉપજે છે. તેમાં પણ વિશેષ કરીને તે ઠરાવ અમલમાં મુકવા માટે જે સુંદર ભેજના ઘડી કાઢવામાં આવેલી છે અને જે પ્રમાણે વર્તવા કેન્ફરન્સની બેઠક વખતે જે સકળ પ્રતિનિધિ મંડળ દઢ પ્રતિજ્ઞા લીધી છે તેને માટે શ્રી સાતમી કેન્ફરન્સે મહાન વિજય સંપાદન કરેલો છે. અમે આશા રાખીએ છીએ કે આ કેન્ફરનસના સર્વે પ્રતિનિધિઓ પિત પિતાને વતન જઈ આ સુકૃત ભંડાર ઉઘરાવવા માટે પોતે લીધેલા સેગંદ ફળીભૂત કરશે.