Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૫૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
*
[ જુન
ઠરાવ ૯ મો. [ પ્રમુખ તરફથી ]
આપણી સામાજીક, ધાર્મિક તેમજ એગિક અવનતિનું મુખ્ય કારણ આપણો પરસ્પરને કુસંપ છે, માટે પિતપોતામાં સંપની વૃદ્ધિ થાય તે પ્રયત્ન કરવા આ કોન્ફરન્સ આઝડપૂર્વક ભલામણ કરે છે અને અરસ્પરસના ટંટાઓને નીવેડે લવાદ મારફતે કરવા આ કેન્ફરન્સ એક લવાદ કમીટી નીમવાની જરૂર ધારી મેટા શહેરના અગ્રેસરો અને જુદા જુદા પ્રવીન્શીયલ સેક્રેટ ટરીઓ મારફત એવી લવાદ કમીટીઓ જરૂરી પ્રસંગે નીમવા ભલામણ કરે છે.
ઠરાવ ૧૦ મો. | ( જૈન બંધુઓને સહાયતા આપવા બાબત.)
( ક ) અશક્ત, નિરૂધમી તેમજ મંદ સ્થિતિમાં આવી પડેલા જૈન બંધુઓ તેમજ નિરાશ્રિત વિધવાઓ અને બાલકની સ્થિતિ સુધારી, તેમને નિર્વાહનાં સાધને મેળવી આપવા તેમજ બાલાશ્રમ, અનાથાશ્રમ, પુનામાં આવેલા ક વિધવાશ્રમના જેવું જૈનધમની શિલીને અનુસરતું વિધવાશ્રમ વિગેરે સંસ્થાઓ થાપવા અને તેમને દ્રવ્યની હરેક પ્રકારે મદદ આપવા દરેક શ્રીમંત જૈન બાંધવને આ કોન્ફરન્સ ખાસ વિનંતિ કરે છે અને દરેક સ્થળે તે માટે વ્યવહારૂ પગલાં ભરવા માટે ખાસ આગ્રહ કરે છે.
ઠરાવ ૧૧ મો. [ પ્રમુખ તરફથી. ]
| (સોળ સંસ્કારે. ) આપણામાં લેનાદિ સેળ સંસ્કારો હોવા છતાં આપણું પવિત્ર ધર્મ વિરૂદ્ધ જે જે સંસ્કારો આપણે આદરીએ છીએ અને આપણું ધાર્મિક વૃત્તિને દુષિત કરી રહ્યા છીએ, તેમજ લગ્ન જેવા પતિ પત્નીની પવિત્ર ગાંઠ બાંધતી વખતે પણ તે સંસ્કારને વિસારી મૂકીએ છીએ, તેને માટે આ કોન્ફરન્સ પિતાને અત્યંત ખેદ જાહેર કરે છે, અને દરેક કુટુંબમાં આપણા સંસ્કાર પ્રચલિત કરવા માટે ખાસ આગ્રડ કરે છે. જે જે બંધુઓ પિતાના સંસ્કાર ધાર્મિક રીતિ મુજબ કરીને પિતાનો વ્યવહાર ચલાવી રહ્યા છે અને ચલાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેને આ કેન્ફરન્સ અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપે છે. આ કામમાં જેઓ નડતર કરે છે તેની તરફ આ કેન્ફરન્સ ખેદની નજરથી જુએ છે.