Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
નમઃ વિખ્યઃ श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया। स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ:–ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગથી તેને ભેટવાને ઈચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક પ.) અષાઢ, વીર સંવત્ ર૪૩પ. જુલાઈ સને ૧૯૦૯
(અંક ૭,
પ્રાસંગિક નોંધ.
જેન કોમની ઉન્નતિ કરવા માટે ઉભી થયેલી કોન્ફરન્સ નામની મહાસં. સ્થાઓ-જુદા જુદા ગામના શ્રી સંઘના પ્રતિનિધિમંડળે કરેલા ઠરાવે અમલમાં
| મુકવા માટે જુદે જુદે ઠેકાણે ખોલવામાં આવેલી કેન્ફસુકૃત ભંડારની રન્સ ઓફીસેના નિભાવ માટે તથા તેમના અંગે રહેલાં ઉત્તમ રોજના ખાતાંઓ ટકાવી રાખવા માટે સ્થાયી આવકની જરૂર છે.
છ વર્ષ સુધી આ સંસ્થાઓ માત્ર શ્રીમાન વર્ગની ઉદાર સખાવતે ઉપર ટકી રહી, પરંતુ હવે આવી સખાવતની ગેરહાજરીમાં કાયમની આવક વગર આ સંસ્થાઓ ચાલુ રહી શકે તેમ નથી.
જૈન કોમની ચડતી કરનારી આ મહા સંસ્થાને સર્વે જૈન બંધુઓએ શ્રીમાન તેમજ ગરીબ સાધમી બંધુઓએ પોતાની શકિત પ્રમાણે પ્રતિવર્ષ ધનથી મદદ કરવી એ તેમની ફરજ છે.
આ સંસ્થાએ છેલ્લા સાત વર્ષોમાં જૈન કેમને ઉન્નતિની નીસરણીએ ચડાવી છે એમ માનવામાં લગારે શંકા જેવું નથી. આ સંસ્થાને જેમ સર્વે જૈનબંધુઓએ