Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૪૦૯ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરા.
[ ૧૫૩
( ૨ ) તેવીજ રીતે મોટા દ્રવ્યસંગ્રવાળા તથા મેટી આવકવાળા જ્ઞાન ભંડારોમાંથી અને શ્રીમંત વર્ગના ઔદાર્યથી જુદા જુદા પુસ્તક ભંડારોના અમૂલ્ય ગ્રંથોને ભેંયતળીયાની દૂષિત હવામાંથી બહાર કાઢી સંરક્ષિત જગ્યાએ ગોઠવી, જરૂર જણાય તેની નકલ કરાવી અને છપાવી તેઓની એક મહાન જૈન લાયબ્રેરી ખોલવી.
( ૩ ) અને જૈન શાસનની પ્રાચીનતા તેમજ ઈતિહાસ દર્શાવનારા શિલાલેખેને શેષ, સંગ્રહ તથા રક્ષણ કરવા આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે અને તે માટે વ્યવહારૂ પગલાં ભરવા માટે નીચે લખેલ ગૃહસ્થની ઐતિહાસિક કમિટી નીમે છે.
કમીટીના ગૃહસ્થોના નામ શેઠ. દેલતચંદ પુરૂષોત્તમ બરેડીઆ બી. એ. શેઠ મગનલાલ ચુનીલાલ વૈદ્ય. છે માણેકલાલ ઘેલાભાઈ.
, કેશવલાલ પ્રેમચંદ. » દામોદર બાપુશા.
» મનસુખભાઈ રવજી મહેતા. આ કામમાં દરેક જણે મદદ આપવી અને અને જયાં જયાં ભંડારે તથા શિલાલેખ હોય તે જેવા, તેની નોંધ, ઉતારા વિગેરે કરવા દેવા માટે આ કોન્ફરન્સ દરેક બંધુને ખાસ ભલામણ તથા આગ્રહ કરે છે.
ઠરાવ ૮ મો.
( તીર્થસંરક્ષણ. ) હાલ આપણાં મોટાં પવિત્ર તીર્થો જેવાં કે સમેતશિખરજી અને અંતરીક્ષજીના સંબંધમાં જે ખેદજનક બનાવે બન્યા છે અને અડચણે થઈ છે, તેમજ તે અગાઉ આપણાં બીજાં તીર્થો જેવાં કે શત્રુંજય, મશીજી વિગેરે માટે પણ આપણે મેટા ખર્ચમાં ઉતરવું પડયું હતું તે દરેક બીના ધ્યાનમાં લેતાં આ કેન્ફરન્સ એક સમસ્ત ભારતવર્ષિય તીર્થ સંરક્ષણ કમીટી સાવર નીમવાની આવશ્યકતા ધારે છે, અને તે માટે નીચેના સદગૃહસ્થની એક કમીટી નીમે છે કે જેઓ આપણું સઘળાં તીર્થો, મંદિરે, પુસ્તક ભંડારો, જુના શિલા લેઓ વિગેરેનાં સ્થળો જે આપણાં છે, તેમનું બરોબર સંરક્ષણ કરવા માટે તથા જરૂર પડે ત્યારે નામદાર બ્રિટિશ સરકાર, રાજા રજવાડાઓ તથા આપણું નીમેલા વહીવટદાર વિગેરે સાથે પત્રવ્યવહાર કરે અને સ્થાનિક શ્રી સંઘની જરૂર પડે તે વખતે સમરત ભારતવર્ષીય જૈન સમુદાયની સભાઓ પણ મેળવે એટલે કે તીર્થસંરક્ષણ માટે દરેક પ્રકારનાં પગલાં ભરે.
કમીટીના નામનું લિસ્ટ નેંધી રાખવામાં આવ્યું છે.