Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
sociale
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થીર બહે, અમૃતધારા વરસે
GC1% કેળવણીના વિષય સંબંધે કોન્ફરન્સને
કેટલીક સૂચના.
કેળવણુના અંગમાં કૅન્ફરન્સે પ્રથમ શું કરવું આવશ્યક છે?
આપણી કૅન્ફરન્સના ગયા વર્ષોના કેળવણીના વિષય પરના ઠરાવો જોતાં, તેમાં સુચવેલા કાર્યોના બે વિભાગ પાડી શકાય તેમ છેઃ—( ૧ ) જનસમાજના સામાન્ય હિતનાં કાર્યો; ( ૨ ) અમૂક વ્યકિતઓના હિતના કાર્યો. આ છેલ્લા જણાવેલા કાર્યો પાછળજ અત્યાર સુધી પિતાના હસ્તકનો લગભગ પચીસેક હજાર રૂપીઆને ફંડ કૅન્ફરન્સના માનાધિકારી મંત્રીઓએ ખરચેલ છે, જેથી અલબત અમૂક વ્યક્તિઓને ઉત્તેજન મળ્યું છે, પણ પરિણામ જોઈએ તેવું કાંઈ સંગીન (far-reaching) આવ્યું નથી. માટે પ્રથમ સામાન્ય હિતના અને પછી વ્યકિતના હિતના કાર્યો તરલ કેન્સરન્સે લક્ષ આપવું વગેરે ઉચિત જણાય છે. - સામાન્ય હિતના મૂખ્ય કાર્યો નીચે જણાવ્યા પ્રમાણે છે: (૧)કેળવણીને લગતું સાહિત્ય ઉત્પન્ન કરવું
(અ)ધર્મનીતિની વાંચનમાળા રચાવવી. (બ)–નવતત્વ, ત્રિષષ્ટિ સલાકા પુરૂષ ચરિત્ર, વગેરે ગ્રંથે નવીન પદ્ધતિએ
તૈયાર કરાવવા. (ક) ધર્મનીતિના શિક્ષણ અર્થે શિક્ષકોને માર્ગદર્શક પુસ્તક રચાવવાં (ડ) –કેલેજિયને માટે જૈનતત્ત્વજ્ઞાનના પુસ્તકો નવીન પદ્ધતિઓ રચાવવાં. (ઈ)–યુનિવર્સિટિઓએ કૉલેજમાં દાખલ કરેલ જૈન પુસ્તકોના અંગ્રેજી
માં તરજુમા, ટીકા, વગેરે લખાવવાં. (૪)–માગધી ભાષાની માગુંપદેશિકા, વ્યાકરણ તથા શબ્દકોષ તૈયાર કરાવવાં.
...વગેરે, વગેરે.