Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮].
ધર્મનીતિની કેળવણી.
[૧૮૦૦ - (૨)–ધમનીતિનું સારું શિક્ષણ આપી શકે તેવા પ્રવીણ શિક્ષકે ઉત્પન્ન કરવા:–
(અ)–આવા શિક્ષકો ઉત્પન્ન કરવા માટે એક ટ્રેનિંગ કૉલેજ મુંબઈમાં
ઉઘાડવી. તેમાં માત્ર સવારના બે કલાક દરજ શિક્ષણ આપવું. અભ્યાસક્રમ એક યા બે વર્ષને રાખો. માત્ર મેટ્રિક થા ટ્રેન્ડ થએલાને તેમાં દાખલ કરવા. અત્રે શિક્ષણ લેનાર દિવસના ભાગમાં કોઈ શાળામાં શિક્ષક તરીકે કામ કરવા ઈચ્છતા હોય તે તે સંબંધે તે સ્વતંત્ર રહેવો જોઈએ, પણ તઉપરાંત પ્રાઈવેટ ટુઈશન આપવાને પ્રતિબંધ રાખવો જોઈએ. વાર્ષિક પરિક્ષા લઈ સર્ટિફીકેટ આપવાં. બની શકે તે સારા પગારે તેમને નેકરી રખાવી આપવા ગોઠવણ કરવી. વાર્ષિક પરિક્ષામાં અત્રે અભ્યાસ નહિ કરેલ એવા કોઈ મેટ્રિક થા ટ્રેન્ડ શિક્ષક બેસવા
માગતા હોય તે યોગ્ય લાગે તો તેમને છૂટ આપવી. (૫)–રેનિંગ કૉલેજને અંગે લરશી, ફેલોશીપ તથા લેકચરપ રાખવી. (૪)–ઉકત ટ્રેનિગ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરવાની તેમજ બીજી
શરતોએ મેટિક થએલા જૈન વિદ્યાર્થિઓને અમદાવાદ યા રાજકોટ
ટ્રેન્ડ થવા સારી સ્કોલરશીપ આપી મેકલવા. ( ૩)–પ્રકીર્ણ હાયકારી કાર્યો – (અ)-શિક્ષણના વિષયને ખાસ અભ્યાસી, તથા જેમણે એ કાર્ય પછવાડે
પિતાની જીંદગી અર્પણ કરેલ હોય,) એવા તત્ત્વરસિક ઉદાર બુદ્ધિ
વાળા મર્મજ્ઞ અને કુશળ પુરૂષોને ઈન્સ્પેકટરે નીમવા. (બ)-ધર્મ નીતિની કેળવણી સંબંધે એક અલાયદું માસિક કાઢવું. (ક)–ઉપર જણાવેલા કાર્યો યથાર્થ થઈ શકે તે અર્થે એક વ્યવસ્થાપક
કેળવણી ખાતું-Educational Board-સ્થાપન કરવું. હવે વ્યક્તિના હિતના કાર્યોની કટિમાં જે જે સુકાર્યો આવે છે તે આ છે.—વિદ્યાથી ઓને પુસ્તક યા ઑલરશીપ રૂપે સહાય આપવી એ દેખીતી રીતે અમુક વ્યકિતના હિતનું કાર્ય છે. શાળાઓ, બર્ડિગે, ઉગશાળાઓ, પુસ્તકાલય, કન્યાશાળાઓ, શ્રાવિકાશાળાઓ, સેવાસદને (વિધવા આશ્રમો, વગેરે સ્થાપવાં એ અમૂક સ્થળના યા અમૂક જ્ઞાતિના માણસને હિતકારી કાર્યો છે. વળી આવી સખાવતે ઘણે ભાગે અમૂક શ્રીમંતનાં નામે થાય છે અને થવા યોગ્ય છે. પિતાની જ્ઞાતિ યા કોમ યા દેશની ખાતર આવી સખાવતે કરવા માણસે પ્રેરાય છે, અને તેથી સ્વાભાવિક રીતે અત્યાર સુધીમાં આવા કાર્યો ઘણા થયેલાં છે, પણ પ્રથમ જણાવેલ સામાન્ય હિતના કાર્યો કરવા પ્રત્યે જોઈએ તેવું વલણ જણાયું નથી. ખુદ કોન્ફરન્સમાં પણ આ પ્રમાણે બન્યું છે- અમદાવાદ તથા ભાવનગરની કોન્ફરન્સ વખતે કેટલીક માત્ર સ્થાનિક સખાવતે થએલ છે. વળી બીજી તરફ જતાં હાલનો જમાનો એ છે કે કેળવણી લીધા વિના કઈને ઘણે ભાગે ચાલી શકે તેમ નથી. ગમે તેમ કરીને પણ માણસ કેળવણી લે છે અને લેશેજ, તથા જમાનાના પ્રવાહ સાથે કેળવણી લેનારાની સંખ્યા દિનપ્રતિદિન વધે છે અને વધશેજ. વસ્તુ