Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૩૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ મે
દુધ વેચી નાખવામાં આવે છે ત્યારે છાણુ આઠ માસ લગી થાપી છાણાં કરવામાં આવે છે અને તે છાણાં પાંજરાપાળના ઉપયાગમાં ચંદી બાવા વગેરેના કામમાં લેવામાં આવે છે અને બાકીના ચાર મહીના છાણુ મત આપી દેવામાં આવે છે, પણ દર ટાપલે બાજરી ૧ શેર લેવાના રીવાજ રાખેલ છે. મરેલાં ઢાર ચમાર લોકો વેચાતાં લઇ જાય છે, નાકરાની વ્યવસ્થા સારી છે, જનાવરની માવજત માટે છ માણસા રાખેલ છે. પણ તેને પગાર ઓછા મળે છે તેથી તેનાં મન ઉંચા રહે છે અને સતાષકારક કામ કરતા નથી માટે સારે। પગાર આપી સખ્ત કામ લેવાની જરૂર છે.
આ પાંજરાપાળમાં એ કબુતરખાનાં, એક જીવાતખાનું, તથા એક પક્ષી માટે મેહુ પાંજરૂ છે. તેમજ વાંદરાં, સસલાં, બિલાડાં માટે જુદાં જુદાં પાંજરાં છે.
કુતરાંઓને માટે પાંજરાપેાળમાં કાંઇ સવડ નથી તે કુતરાં રાખતા પણ નથી પણ તેમને યાવવા એક સસ્થા ઉભી થઇ છે. તે શહેરમાંથી પકડાવી એક જુદા મકાનમાં રાખ વામાં આવે છે અને સંખ્યા વધી જાય ત્યારે બહાર ગામડામાં મેકલી આપવાની ગાઢવણુ થએલી છે.
પાંજરાપેાળના મુનીમ મી॰ મોતીલાલભાતા બીજા દરેક નેકરાનું કામ સતાષકારક છે,
નડીઆઢ પાંજરાપેાળ તા॰ ૨૮-૯-૧૯૦૮ ના રાજ તપાસી. નડીઆદની પાંજરાપાળ નાના પાયા ઉપર છે. તે વૈશ્નવા નભાવે છે. અહીં શ્રાવક વાણિઆની વસ્તી નથી પણ ( કણબી ) પાટીદાર શ્રાવક છે. તેઓ ગરીબ હાવાને લીધે પાંજરાપેાળ નીભાવવામાં ભાગ લેતા નથી. પાંજરાપોળનુ મકાન નવું અને ઘણું વિશાળ અંધાવેલું છે. જનાવરાને રહેવાની સગવડ સારી છે. માવજત સારી છે. માંદા જનાવરા થોડાં છે તેમને માટે ત્યાંના વેટરીનરી સરજત મી॰ મીઆર દવાઓ કરે છે. જનાવરાની સંખ્યા ૨૦–૨૫ ની હતી જેમાં બળદ, ગાય, વાછરડા હતા. શિઆળાની મેસમમાં બકરીએ આવે છે. ઉપજ સારી છે અને વ્યવસ્થા પણ ઉત્તમ છે. એક નાનું કબુતરખાનું છે. વધારેના જનાવરાને અમદાવાદ મેકલવામાં આવે છે. દુધની પેદાશ નથી. છાણુ મત આપી દેવામાં આવે છે. જનાવરના મરણુ બાદ ચામડાની ઉપજ સારી છે.
મીઆંગામ પાંજરાપાળ
તા ૩૦-૯-૧૯૦૮,
મીઆંગામની પાંજરાપોળ બહુ નાની છે. ફ્કત એક એરડા છે, તેમાં ઢાર રાખવામાં આવે છે. પણ ઢાર આવે કે તુરત વડાદરા મેકલવામાં આવે છે. વખતે એકાદ દિવસ જનાવર રહે છે ને ઘણી વખત તેા જનાવર વિનાજ ખાલી પાંજરાપેાળ રહે છે. સ્ટેશન નજીક એક કમુતરખાનુ છે. પાંજરાપેાળનુ ખર્ચ નજીવું છે અને તેટલી ઉપજ વેપારીઓમાંથી થાય છે, જનાવરાના દુધ છાણુ કે ચામડાં વિગેરેની કાંઇ ઉપજ નથી.
પેટલાદ પાંજરાપેાળ.
તા ૧-૧૦-૧૯૦૮ ના રાજ તપાસી. પેટલાદની પાંજરાપેાળનું મકાન માટુ છે પણ જનાવરે ઘણાં એછાં રહે છે. ઉપજ ઘણી ઓછી હોવાથી જનાવરા વધારે રાખવામાં આવતાં નથી. જેમ જનાવર વધે