Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ] ના, ગ, સ, સ્થાનકવાસી કે, મોકલાવેલ સલાહકાર સંદશ [ ૯૩
સગવડ કરી આપવાની દરેક રથાનિક સંઘને માથે ફરજ રહેલી છે એમ તમે સ્વીકાર્યું છે. દેખરેખ રાખવા માટે મજબુત તથા દીલસ જ માણસોને રાખવાથી તમે જોઈ શકશો કે આ ફરજ કેટલે સુધી બરાબર રીતે બજાવ. વામાં આવે છે. આ બાબતમાં તમારે હમેશાં આત્મબળ ઉપર આધાર રાખવા પ્રયાસ કરવા જોઈએ. જરૂર પડે તે તમારે તમારી પોતાની શાળાઓ ખેલવાને અને તમારી હાજતોને સઉથી સરસ રીતે પહોંચી વળી શકાય તેવું તેમાં શિક્ષણ આપવાને તૈયાર રહેવું જોઈએ.
અજ્ઞાન, . હું ખાતરીથી માનું છું કે તમે એ વસ્તીની ગણત્રીના છેલા આંકડા વાંચ્યા હશે. તમારા જેવી વહેવારૂ તથા ધંધાવાળી કોમ માટે તે આંકડા શું ઘણી દીલગીર થવા જેગ સ્થિતિ રજુ કરતા નથી? આખા હિંદના જેમાં સેંકડે ૪૮ ટકા જેટલા પુરૂષ અજ્ઞાન છે. તથા મુંબઈ ઈલાકામાં સેંકડે પર ટકા જેટલા પુરૂષે અજ્ઞાન છે. તમારી સ્ત્રીઓમાં આખા હિંદ લેતાં સેંકડે માત્ર ૧૮ ટકા જેટલી સ્ત્રીઓ કેળવણી પામેલી છે, મુંબઈ ઈ. લાકામાં તમારી સેંકડે ૨ ટકા જેટલી સ્ત્રીઓ કેળવણી પામેલી છે. જ્યાં સેકડે ૫૦ ટકા જેટલા પુરૂષ તથા સેંકડે ૯૮ ટકા જેટલી સ્ત્રીએ બીન કેળવાયેલાં તથા અભણ રહે તે કઈ દેશ સુધારાના સંબંધમાં ઉંચી પંક્તિ માટે દાવો કરી શકે નહીં. તમારી શક્તિઓ કામે લગાડવા માટે તથા સંગીન પરીણામો મેળવવા માટે અને વિશાળ ક્ષેત્ર પડેલું છે.
- ' કેલરશીપ માટે ફંડ. આ બાબતના સંબંધમાં ઉંચી કેળવણી માટે અને ખાસ કરીને વેપારી ઉંચા શિક્ષણ અને કેટલાક “એપ્લાઈડ સાયન્સીસ” ના અભ્યાસ માટે કેલરશીપ આપવા ફંડ ઉભાં કરી શકે. તમારી કોમ એક વેપારી કેમ છે અને તેથી આ વિષયની તમારા પુત્ર કેળવણી લે એ ઘણું વાજબી છે. આ થી તમારા લોકોને ઘણે સંગીન લાભ થશે.
ઈતિહાસિક શોધખેળ, તમારી તવારીખ તથા તમારા શાને લગતી શેખેળના કામને ત. મારા કાર્યક્રમમાં જગ્યા મળેલી નથી એ જોઈ હું દિલગીર થાઉં છું. તમારા સિદ્ધાંત પૂર્વ દેશના થોડા વિદ્વાન સાંકડા વિસ્તારની બહાર જૈને નહીં એવાઓમાં ભાગ્યેજ જાણીતા છે. જૈન ધર્મની બહારના માણસે સિકાઓ સુધી એમ માનતા આવ્યા હતા કે જૈન ધર્મ એ બૌધ ધર્મને એક ફાંટે છે અને આ માન્યતાને લીધે જૈન ધર્મને અભ્યાસ કરવામાં આવતું હતું નહી. આ