Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૦૮ ] જેન કિન્ફરન્સ હેરલા,
[એપ્રીલ યુરોપ જેટલે દૂર ન જતાં. હીંદુસ્તાનની જ આબે હવામાં ઉછરેલી પરસી તથા અન્ય પ્રજાઓમાં બાળલગ્નને પ્રચાર નથી તે કેમને દાખલ લઈ બાળલગ્નના પ્રતિબંધથી થતા અગણિત લાભનો વિચાર કરવાની આવશ્યક્તા છે.
સમસ્ત જૈન પ્રજા ગાયકવાડ સરકારના મુલકમાંજ વસતી હતી તે બાળ લગ્નના સવાલને આપણે મુદલ ચર્ચવાની જરૂર રહેત નહિ. પરંતુ વસ્તુ સ્થિતિ જ્યારે તેનાથી ઉલટી છે ત્યારે તત્સંબંધે તાકીદે વિચાર કરી જ્ઞાતિના અગ્રેસએ નિર્ણય ઉપર આવવાની જરૂર છે. સામાન્યતઃ દરેક કાર્યમાં પ્રજાવર્ગ આગેવાનું જ અનુકરણ કરે છે અને તેથી આગેવાને જ્યાં સુધી આ સંબંધમાં એગ્ય ઠરાવ કરી પિતે તે પ્રમાણે અમલ કરશે નહિ ત્યાં સુધી સુધારાના કાર્યમાં ફતેહ મેળવવાની આશા વ્યર્થ જ સમજવાની છે.
• વૃદ્ધવિવાહ-જે ઉમરે સંસારના કાર્યથી નિવૃત્ત થઈ યથાશક્તિ ધર્મ આ. રાધન કરવાની પરમ આવશ્યકતા છે તે ઉમરે પણ કામવૃત્તિ ( passion ) ઉપર જય મેળવી શકાય નહિ, અસાર સંસારના વ્યવહારમાં મેહધતાથી વિશેષ રાચી માચી રહેવાને પ્રસંગ હાથ ધરવામાં આવે છે તે અવનતિનું – અધોગતિનું સૂચન કરાવનારૂં ગણાવું જોઈએ. કંઈક અંશે વિવેકની હદ • ઓળંગી જણાવવામાં આવે છે. વિવાહ ત્રણ પ્રકારના હોય છે. એક બાળલગ્ન
જેમાં માબાપ ખુશી થાય છે, બીજે યોગ્ય વયના સ્ત્રી પુરૂષને વિવાહ જેમાં દંપતી આનંદિત થાય છે અને ત્રીજે વૃદ્ધવિવાહ જેથી કરીને પાડોશીઓ મોજ માણી શકે છે. આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે વૃદ્ધ વિ. વાહથી અનીતિને-વ્યભિચારને અસાધારણ ઉતેજન મળે છે. - વૃદ્ધવિવાહ કરનારને હેતુ કાંતે કામતૃપ્તિ અગર પુચ્છા અગર પિતાની વૃદ્ધાવસ્થા સમયે, મંદવાડ સમયે, ચાકરી કરનાર કેઈ જોઈએ તે ગણત્રી હોય છે. કુટુંબ કલેશને લઈને પુત્રની સાથેના અણબનાવથી સીધી યા આડકતરી રીતે તેનું અહિત કરવાની શ્રેષ બુદ્ધિથી પણ કોઈ પ્રસંગે વૃદ્ધવિવાહ થતા જોવામાં આવે છે અને ધનિકપણું આવા દુષ્ટ રીવાજને ઉત્તેજન આપે છે. વૃદ્ધવિવાહ અને કન્યાવિક્રય અને પરસ્પર અવલંબીને રહેલા છે. એકથી બીજાને આશ્રય મળે છે. અને બીજાથી પિલાને ટેકે મળે છે. બેમાંથી એકને બંધ કરતાં બીજે સ્વતઃ બંધ થઈ જશે. - વૃદ્ધવિવાહ કરનારાઓ તેથી નીપજતા અનિષ્ટ પરિણામને વિચાર કરી તે બંધ કરવા પ્રેરાય તેના કરતાં જ્ઞાતિ તરફથીજ તત્સંબંધમાં ૫૦ અગર ૫૫ વર્ષની ઉમર પછી કોઈ પણ સંજોગોમાં વિવાહ થઈ શકે જ નહિ તે ઠરાવ કરવામાં આવે તે રામબાણ ઉપાય લાગે છે.