Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[૧૧૮
૧૮૦૮]
- હાનિકારક રીવાજો. રન્સના ઠરાવના સંબંધમાં આ કમીટી વિચાર ચલાવતી હતી તે પ્રસગે આવી વાંચનમાળા બનાવવા પહેલાં કેટલાક પ્રશ્નોને નીવેડો લાવવા માટે આ પ્રશ્નાવળિ તૈયાર કરેલી છે. તેમાં પણ પરસ્પર વિરોધી મત આપવાનું કારણ એમ છે કે આ વિષયની જાહેર ચર્ચા વખતે આ વાત બરાબર લક્ષમાં રાખી તેવા પ્રકારની હાનિ વાંચનમાળામાં દાખલ થવા પામે નહીં.
ધાર્મિક સંસ્થાઓના હિસાબ જાહેર છપાવી બહાર પાડવા કે નહીં અને તેમાંથી ગમે તે સંસ્થાઓના હિસાબ તપાસી આવતી કોન્ફરન્સમાં લેખીત રીપોર્ટ કરવા માટે છેલ્લી ભાવનગર કેન્ફરન્સ વખતે પાંચ ગૃહસ્થની કમીટીની એક રથાનિક મિટીંગ તા. ર૧-૪-૦૯ ને બુધવારના રોજ રાતે સાત વાગે (મું. ટા.) કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી. અને તે વખતે માલેગામવાળા શેઠ બાલચંદ હીરાચંદ તથા શેઠ ગુલાબચંદ હીરાચંદ તથા શેઠ પદમશી ઠાકરશી એ ત્રણ મેંબરોએ હાજરી આપી હતી. કમીટીએ શ્રી સંઘે સેંપેલ કાર્યને લગતી કેટલીક વાતચીત કરી આવતી પુના કોન્ફરન્સ વખતે પિતાને રીપોર્ટ બહાર પાડવાનું નકકી કીધું હતું. - કેટલાએક ગૃહસ્થ કહે છે કે સુકૃત ભંડારની યેજના અશક્ય છે. આ કહેવું અમને તો બીનપાયાદાર લાગે છે. સુકૃત ભંડાર જે દરેક ગામના આગેવાન ગૃહસ્થો ધારે તે આ પેજના સહેલાઈથી અમલમાં મૂકી શકાય તેમ છે. એને એક દાખલો હમણાં જ બન્યું છે. ગતમાસમાં વેરાવળ ગામના જૈન સંઘે આ યોજના અમલમાં મૂકી છે, અને તેની ઉત્પન્ન થએલ રકમ રૂા. ૫૯ અમને મેકલી આપ્યા છે. જો આ દાખલાનું અનુકરણ બીજા ગામવાળાઓ કરશે તે કોન્ફરન્સ જેવી જૈન કોમની જાહેર અને ઘણું ઉપયોગી મહા સંસ્થા ચીરકાળ ટકી રહે એ શકય છે. અમે આ માટે વેરાવળના શ્રી જૈન સંઘને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
હાનિકારક રીતરીવાજો.
(૨. ર, ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલએલ, બી. )
( અનુસંધાન પૃષ્ઠ ૧૧૦ થી. ) ગમે તેટલી ઉમરના પુરૂષને વિધુર થતાં ફરીથી પરણવા દેવામાં આવે–પરણેતર સ્ત્રીની ધ્યાતિ છતાં એકથી વધારે સ્ત્રી પરણવા દેવામાં આવે અને સ્ત્રી જેવી ઉપયોગી જાતિ તરફ તદન બેદરકારી બતાવવામાં આવે તે ન્યાયની નજરે કોઈપણ રીતે સાંખી શકાય નહિ આ સંબંધમાં નીચેનું વાકય સારે પ્રકાશ પાડે છે.