Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૧૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. "
[ મે
ઉચ્ચ પ્રકારે આપણી કેમમાં શીધ્ર પ્રચાર થવા કેમ પામે તે માટે યોગ્ય બંધારણે તથા યોજનાઓ ઘડવાની તીવ્ર ઈચ્છાવાળા છે. અને તે જનાઓ અને બંધારણોને અમલમાં મુકવા માટે સુદઢ અભિલાષા ધરાવે છે. જૈન વૈદ્ધાર, પુસ્તક દ્વાર તથા શિલાલેખોદ્ધાર વિગેરે વિષયોમાં તેવીજ રીતે સમજવાનું છે. આ સૂચનાપત્રમાં જ જ્યારે પુનાવાસી ઉત્સાહી બંધુઓની કાંઈ વ્યવહારૂ કાર્ય કરવાની શુભ ઈચ્છાઓ વિદિત થઈ જાય છે તે પછી ઠરાવોના ખરડામાં તે તેવી ઇચ્છા વિશેષ કેમ પ્રદર્શિત નહીં થાય? અમે તો આ સૂચના પત્રમાં કાઈક નવીન તત્ત્વ જોઈએ છીએ. અને તે વ્યવહારૂ ( Practical ) કામ કરવાની તીવ્ર લાગણી છે. વિશેષમાં આપણું તીર્થોના રક્ષણ માટે બંધારણ કરવાને ખાસ વિષય દાખલ થવા પામ્યો છે. આ શું નવીન વિષય નથી ? ભાઈબંધ જૈનજ તે વિષય નવીન તરીકે સૂચવે છે પરંતુ તે વિષય ઉપલા નવ વિષયોમાં આવી જાય છે. “જૈન” પત્ર જે બીજા બે વિષયો સૂચવે છે તે મુનિ મહારાજાઓના સંબંધમાં છે. તે વિષયે આપણે ચર્ચા શકીએ કે કેમ તે પ્રશ્નમાં ઘણે મતભેદ છે. આવા વિષયો ખાસ કરીને મુનિઓની કોન્ફરન્સમાં ચર્ચાવા જોઈએ. પરંતુ તે વિષય આપણે ગૃહસ્થ થઈ જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચાએ તો તે યોગ્ય ગણાશે નહિ એમ અમારું માનવું છે. ભાઈબંધ જેનની ચાથી સૂચના ઉપયોગી છે. પંચાયતી કોર્ટની ખાસ જરૂર છે અને અમે સાંભળ્યું છે કે આ પંચાયતી કોર્ટને વિષય પુનનિવાસી બંધુઓએ ઉપાડી લીધું છે.
ભાવનગરની બેઠક વખતે ઉતાવળમાં કોન્ફરન્સનાં કેટલાંક મહત્વનાં કાર્યો કરવા રહી ગયાં હતાં, જેવાં કે પ્રોવિન્શીયલ સેકેટરીઓની નીમણુક, સેંટ્રલકમિટીની ચુંટણી, જૈન એજ્યુકેશનલ બર્ડની નીમણુક વિગેરે. આવા મહત્વનાં કાર્યો કરવાનાં રહી જાય અને પાછળથી પસ્તાવાનો વખત આવે તેમ નહીં કરતાં આવાં કાર્યો તે તે વખતેજ કરવા અમે શ્રી સાતમી કેન્ફરન્સને ભલામણ કરીએ છીએ.
કોન્ફરન્સના ઠરાવ સહેલાઈથી અમલમાં મૂકાય તે માટે આપણે કેન્સરન્સમાં આપણું વસ્તીવાળા શહેરના જુદી જુદી ન્યાતના શેઠીઆઓએ ખાસ હાજરી આપવાની આવશ્યકતા છે. ઠરાવ પસંદ કરી અમલમાં મૂકવાનું હમેશાં આ આપણી ન્યાતના શ્રેષ્ઠિ વર્ગના હાથમાં છે તેઓ ધારે તે આપણી કેન્ફરન્સના સર્વ ઠરાવ ટુંક સમયમાં સર્વત્ર પળાતા થાય. તે આ પણ કોન્ફરન્સની બેઠકમાં આપણી કેમની જુદી જુદી જાતના આગેવાન