Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯]
[ ૧૫.
ધર્મનીતિની કેળવણી શ્રી ધર્મનીતિના શિક્ષણ સંબંધી પ્રશ્નાવલિ,
(૧)–ધર્મનીતિના શિક્ષણ સંબધે કેટલાક વિદ્વાનોના મત નીચે પ્રમાણે છે તે દરેક વિષે આપના વિચાર પૃથક પૃથક દર્શાવશે –
(ક)–ધર્મનીતિનું ખાસ શિક્ષણ આપવાથી લાભ કરતાં નુકશાન વિ. શેષ છે, તેથી એ વિષય પરત્વે વિદ્યાર્થીના મનમાં જે સ્વાભાવિક ઉમળકે પેિદા થે જોઈએ તે થતું નથી, બલકે તે પર અભાવ આવી જાય છે, ને ઉ. લટો તે માયાવી બને છે, માટે એ વિષયનું ખાસ અલાયદું શિક્ષણ આપવું નહિ. * (ખ)–ધમ (જેન, વેદાન્ત આદિ કોઈ પણ માર્ગના) શિક્ષણથી સવમતાગ્રહ તથા મતાંધતા પ્રગટશે, તેથી અધ્યાત્મમાર્ગ પામવામાં વાસ્તવિક - ષ્ટિએ અંતરાય આવશે, રાષ્ટ્રિય ભાવનાઓને નુકશાન પહોંચશે, તથા અન્ય પ્રકારે પણ હાનિ થશે; માટે એ વિષયનું ખાસ શિક્ષણ આપવું નહિ.
(ગ)-ધર્મનીતિના વિષયનું ખાસ શિક્ષણ આપવાથી વિદ્યાર્થીની ધર્મ નીતિની વૃત્તિઓ શિથિલ થઈ જવાને તથા એ ઉપદેશ પિથીમાના રીંગણ વત્ બનવાને ભય રહે છે, માટે એ વિષયનું ખાસ શિક્ષણ આપવું નહિ પણ માત્ર શાળામાં ગ્ય નિયંત્રણ (discipline) રાખવું, તથા વિદ્યાર્થીમાં સારી ટેવો બંધાય તેની કાળજી રાખવી. આમ કરવાથી ઉક્ત ભય દૂર થાય છે, તથા એવી કેળવણીને હેતુ પણ સચવાય છે.
(ઘ) ધર્મનું ખાસ શિક્ષણ આપવાની જરૂર નથી, માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ આપવું પુરતું તથા એગ્ય છે. | (ચ)–જુઠ આદિ નિષેધ વિષયના પાઠ આપવાજ નહિ, કેમકે તેથી ઉલટું આપણે ઘણી વખત એવી અનિષ્ટ બાબતેનું ભાન વિદ્યાથીને કરાવીએ છીએ. ( સત્યને બોધ આપતી વખતે અસત્ય ન બોલવું એમ કેઈપણ રૂપે કહ્યા વિના ચાલે તેમ છે ?)
| (છ)–વિદ્યાર્થીને બાળવયથી જ ક્રિયાકાંડના સૂત્રને માત્ર મુખપાઠ કરાવવાની જે રૂટી પડી ગએલી છે તે ગ્ય છે ને તે પ્રમાણે થવું જ જોઈએ.
(૨) ધર્મશિક્ષણ આપવાની જરૂર જુએ છે? જોતા હે તે શા માટે ?
(૩)–ધર્મનું શિક્ષણ આપવું શકય છે ? કઈ ઉમ્મરે? કેવી રછીથી? તથા કેવી શિલીએ? તે માટે કેવા પ્રકારની યેજના થવાની આપ જરૂર ધારે છે? આપ કઈ યેજના સૂચવશે? ધર્મનીતિનું શિક્ષણ કેટલાં સુધી મેઢથી અપાવું જોઈએ, અને ક્યારથી પુસ્તક દ્વારા અપાવું જોઈએ?