Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૧૦ ]. જેને કેન્ફરન્સ હેરલ્ડ,
( એપ્રીલ આવાં લગ્નથી અનેક કુંટુબ દુર્દશામાં આવી પડયા છે. સેંકડે બલકે હજાર વર્ષોથી જુદે જુદે સ્વરૂપે ભિન્ન ભિન્ન પ્રજાના રીત રીવાજો તરફથી થયેલા હુમલા સામે અદ્યાપિ પર્યત ટકી રહેલ આપણી અવિભકત કુટુંબની સંસ્થામાં વૃદ્ધવિવાહથી કુસંપ પેઠે છે-છિન્ન ભિન્ન કરી નાંખી છે. આ પ્રસંગે જણાવવું
ગ્ય ધારું છું કે એક બુદ્ધિમાન શ્રીમાન ગૃહસ્થ તરફથી મને ચેખા શ. બ્દોમાં કહેવામાં આવેલ કે વિધુર થતાં વિષયવાસનાને રોકવાની સ્થિતિમાં નહિ હોઉં તે અન્ય માર્ગ ગ્રહણ કરીશ પરંતુ કદીપણ વિવાહિત થઈ મારા કુટુંબમાં કલેશને દાખલ થવા દઈશ નહિ આ વિચાર કેટલેક અંશે ગ્રાહ્ય છે.
મિયાં થાય ઘેર બેગ ત્યારે બીબી થાય ઘર જેગ” એ કહેવત અનુસાર વૃદ્ધવિવાહથી જે કજોડાં થાય છે તેને તે પ્રતિકારજ નથી કારણ કે બાળલગ્નનાં કડાં તે પુખ્ત ઉમરમાં આવતાં રૂપાંતર થાય છે પરંતુ વૃદ્ધવિવાહથી થયેલા કજોડાને અંત તે દુઃખમાંજ આવે છે. પાંસઠ વર્ષ કરતાં પણ વધારે મોટી ઉમરના વૃદ્ધપુરૂષને નહિ જેવી રકમ દંડની લઈને જે રકમ પિતે શ્રીમાન્ હોય તેથી ચારગણું તે શું બકે દસગણું રકમ પણ આપવાને સામર્થ્યવાન હોય તેવા પુરૂષને જ્ઞાતિના અગ્રેસ તરફથી પરણવાની સંમતિ આપવામાં આવે અને તેથી જીવદયા પ્રતિપાળક જોન કેમમાં દુષ્ટમાં દુષ્ટ કન્યાવિક્રયના રીવાજને ઉત્તેજન આપવામાં આવે, ગાય જેવી ગરીબ બિચારી કન્યાના ઐહિક સુખ વૈરાગ્યની હદે પહોંચ્યા નથી ત્યાં સુધી મનાતાં સુખનું સત્યાનાશ વાળવાના કાર્યમાં અને આડકતરી રીતે અનીતિના કાર્યમાં જે જ્ઞાતિના આગેવાને તરફથી મદદ આપવામાં આવે તે જ્ઞાતિની ઉન્નતિ કેટલી દૂર છે તેની કલ્પના કરવી જરાપણું મુશ્કેલ નથી.
સરકાર પણ પિતાના અમલદારને પંચાવન વર્ષની ઉમર થતાં ખુરશી ઉપર બેસીને કામ કરવાને પણ અશકત ગણું પેનશન આપે છે, તે જ્ઞાતિના આગેવાનોએ આ સંબંધમાં કેઈપણ છુટછાટ મુક્યા વગર અમુક ઉ મરની હદ બાંધીને તદ્દ ઉપરાંત ઉમરના પુરૂષને પિતાની સત્તાને દરેક રીતે ઉપગ કરી લગ્ન કરતાં અટકાવવાં જોઈએ. બાળ લગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રયના રીવાજે ઉપર જ્ઞાતિના સુકાનીઓ તરફથી ગ્ય વિચાર કરી અંકુશ મુકવામાં નહિ આવે અને તેથી બાળ વિધવાઓની વધતી જતી સંખ્યા અટકાવવામાં નહિ આવે તે વખત જતાં તેઓ જ્ઞાતિબંધુઓને વિશ્વાસ બેઈ બેસશે એટલું જ નહિ પણ જ્ઞાતિનું બંધારણ શિથિલ થતુ જશે અને સુધારક વિચારના પુરૂષે વિધવાવિવાહની તરફેણમાં થશે જેથી આપણે અજાયબ થઈશું નહિ.