Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
છે જેને કેન્સરન્સ હેરડ,
[એપ્રીલ ભરીને તેઓએ શરૂઆત કરી છે. દડાને ગબડતે કરવામાં આવ્યું છે, અને તમારી મદદ વડે તમે તેને વેગવાળે બનાવી શકે. આમાં કંઈ મોટી મુશ્કેલી જણાતી નથી. ત્રણે કેન્ફરન્સના ઠરાવની સરખામણું કરતાં તેઓનું કાર્યક્રમ એક સરખું જણાય છે. ' હું પુરું કરૂં તે પહેલાં એક બે બાબતે એવી છે કે જે બાબતે પર તમારી રજાથી હું બે બેલ બોલી શકું. તમે જાણે છે કે ધર્મો અમુક બાબ તમાં ઘણા “એકસ્ટ્રીમ” માં એટલે કે જોઈએ તે કરતાં દૂર જતા હોવાને સંભવ છે. નાના છની દરકાર કરતાં તમારે તમારા મનુષ્ય બાંધના હિ. તના સવાલને વીસરી જ નહી જોઈએ. હું જાણું છું કે તમારા પછાત પડે. લા તથા ગરીબ સહધર્મીઓને બનતી મદદ આપવાની જરૂરથી તમે વાકેફ છે, પણ તમે જોઈ શકશો કે આના કરતાં માનવ વગના મેટા વિસ્તારને તમારી દલસોજી તથા તમારા તરફની મદદપર વધારે હક છે જીવ દયાનું દરેક કામ સારું છે પણ આવાં કામ જ્યારે ગરીબ લેકના સંબંધમાં તથા મનુષ્યોથી ન્યાત બહાર થઈ પડેલા જેવા લેકના સંબંધમાં કરવામાં આવે ત્યારે તેનું પુણ્ય વધી જાય છે,
છેવટ.
છેવટે તમારી કેન્ફરન્સમાં હાજરી આપવા માટે માયાળુપણે તમે જે આમંત્રણ કર્યું તે માટે હું તમારો આભાર માનું છું. આ પત્રમાં મેં જે ટીકાઓ કરી છે, તે જે ખરા દીલની જણાય છે તે માટે મને માફી બક્ષશે. આ કેન્ફરન્સ કે જે તરફ હું ખરાં અંતઃકરણથી દીલસોજી ધરાવું છું. તેમાં હાજર થવા મને જણાવવામાં આવ્યું ત્યાં હું એમ ધારું છું કે મને જે પ્રમાણે ખરૂં જણાય તે માટે જણાવવું જોઈએ, પછી ભલે મારું કહેવું કાંઈ અરૂચિકર હોય. હું હીંદના હિત માટે કાળજી ધરાવું છું અને જયાં તે બાબતને સંબંધ હોય ત્યાં વિચાર છુટથી રજુ કરે જોઈએ. કેન્ફરન્સની હું દરેક ફતેહ ઈચ્છું છું.
કેન્ફરન્સના ઉપદેશક મી. અમથાલાલ જેઠાલાલ પેઈન્ટરને
ત્રિમાસિક રીપોર્ટ. (સુરતમાં દારૂનિષેધક અને હિતવર્ધક મંડળને કેન્ફરન્સે આપેલી સહાયતા.)
સુરત તા. ૧૨-૧૨-૦૮ ના રોજ ખા. બા. બમનજી મદી સાહેબના દ. રીઆઈ મહેલમાં એકઠી મળેલી સભામાં દારૂ માંસના દુર્ગણે સંબંધી ભાષણ આપ્યું. ત્યાર બાદ મેયાવત રજપૂતના કબીરપંથના મહંત સાથે મેળાપ કરી