Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨] જેને કેન્ફરન્સ હેર
[ માર્ચ ઉપર મુજબ શીખેલા છેકરાઓને જોઈ શેઠ સાહેબને ઉત્સાહ વધવાથી અને તેમાં તેઓ સાહેબે પિતાને જ લાભ મળેલ હોય તેમ સમજીને બે મહીના પહેલાં બે નવા છોકરાને દાખલ કરેલ છે, ઉપરના શીખેલ છેકરાઓ વધારે માહિતગાર થયા પછી આવતા મે માસમાં બીજા ૧૦ છોકરાએને દાખલ કરવા વિચાર કરેલ છે.
- આ મતીનું કામ શીખનાર છેકરાઓને ધાર્મિક અભ્યાસ માટે અત્રેની શ્રી જૈન વિદ્યાશાળામાં મોકલવાની ફરજ પાડવામાં આવેલ છે, તે સાથે તેમને ઈગ્રેજીનું સારું જ્ઞાન મળે તે માટે એક રાત્રીકલાસ પણ ખેલવામાં આવ્યું છે. આ કલાસમાં મેતીનું કામ શીખનાર વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા
વીશ જૈન બાળકો લાભ લે છે. આ રાત્રીકલાસને લાભ લેવા બીજા જૈન બંધુઓને પણ અમે ભલામણ કરીએ છીએ.
અમદાવાદથી ધી જૈન શ્વેતાંબર મદદ કુંડની કમિટીના સેક્રેટરી વકીલ - હરીલાલ મંછારામ અમને લખી જણાવે છે કે આ ફંડમાંથી મદદ મેળવવાને
સારૂ જે લોકો અરજીઓ કરશે તેમની અરજીઓ કમિટીમાં રજુ કરવામાં આ. વશે. માટે જે લેકે અરજીઓ કરે તેઓએ પોતાના કુટુંબની સ્થિતિ કેવી છે તે બાબતનું પોતાના શહેરના સસ્પૃહસ્થનું સર્ટીફિકેટ મેકલી આપવું. આ ફંડમાંથી માત્ર નિરાધાર જૈનેને જ મદદ આપવાની છે. આ કુંડની પ્રેમીસરી
નેટેનું જે વ્યાજ આવશે તેમાંથી મજકુર ફંડ ચલાવવાનું ખર્ચ જતાં બાકી - રહે તેની અડધી રકમ નિરાશ્રિતને (વિધવાઓ, માબાપ વિનાનાં છોકરાઓ અને નિરાશ્રિત વિદ્યાર્થીઓ) મદદ કરવામાં વાપરવામાં આવશે અને બાકીની અડધી રકમ રહેશે તેના સરખા ત્રણ ભાગ કરવામાં આવશે. તેને ઉપગ, ઉચી કેળવણ લેનારાઓને, ૨ મીલ અથવા તેવાજ બીજા હનર શીખનારાઓને, તથા ૩ મેડીકલ લાઈનમાં અભ્યાસ કરનારાઓને સ્કોલરશીપ દ્વારા કરવામાં આવશે. '
: - મી. અમરચંદ પી. પરમાર અમને લખી જણાવે છે કે ગત વર્ષના નવેમ્બર માસના હેરડમાં ૪૩૦ પાને જેમાં પુનર્વિવાહ કરનારી જાતીઓ સંબંધી લખતાં સુરત અને પાટણની સાળવી નામની જેન ન્યાતિમાં પુનવિવાહ (નાતરા) કરવાને ન્યાતિરીવાજ છે એવું જે મેં લખ્યું છે તેમાં મારી ભૂલ થઈ છે તે વાંચકવર્ગ તે સુધારીને વાંચશો એમ હું ઈચ્છું છું..