Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ]
હાનિકારક રીત રીવાજો,
inananan
*
હાનિકારક રીત રીવાજે.
( રા.રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની. બી. એ. એલ. એલ બી.)
( અનુસંધાનઃ પૃષ્ટ ૩૭ થી.) બાળલગ્નથી થતા અનેક ગેરફાયદાઓ તરફ કેમના આગેવાન ગૃહનું રીતે ધ્યાન ખેંચાયું હોય તેમ ભાવનગર કેન્ફરન્સ વખતે તે બાબત પસાર કરેલ ઠરાવ ઉપરથી જણાય છે. તે પહેલાંની કેન્ફરન્સમાં બાળલગ્ન સંબંધી માત્ર મેઘમ ભાષામાં ઠરાવ પસાર કરવામાં આવતે અને તેના પરિણામે કેન્ફરન્સમાં આગળ પડતું ભાગ લેનારા ગૃહસ્થ પણ બાળ લગ્નના રીવાજને બંધ કરવાની સ્થિતિમાં આવી શક્યા નહોતા. ફક્ત ભાવનગર કોન્ફરન્સ સબજેકટસ કમીટીમાં આ સવાલ સંબંધી કેટલીક ચર્ચા થતાં ઉમરની હદ બાંધીને બાળલગ્નને નિષેધ કર્યો છે. જે કે લગ્નની ઉમરની હદ તેથી પણ વિશેષ રાખવી લાભકારક છે, પરંતુ શરૂઆતમાં સર્વસામાન્ય હદ જે નક્કી કરવામાં આવી છે તે એક ધર્મશાસ્ત્રના ફરમાન તરીકે ગણાઈ દરેક વ્યક્તિને બંધનકારક ગણાવી જોઈએ. આ પ્રકારના ઠરાવને ભંગ કેટલે અંશે અટકાવી શકાય, ભંગ કરનારને શું શિક્ષા કરવી જોઈએ તે એક જુદેજ વિષય છે તે પણ એટલું તે કબુલ કરવું પડશે કે કેન્ફરન્સ જેવી મહાન વિ. સ્તીર્ણ સંસ્થાથી હાલ તુરત આ સંબંધી કાંઈ પણ થઈ શકે એમ સંભવતું નથી. પરંતુ મહાન કોન્ફરન્સને એક અમેઘ સર્વમાન્ય સલાહકાર સંસ્થા ગણવામાં આવે અને તેના ઠરાવને પ્રત્યેક ગામની જુદી જુદી જ્ઞાતિના અગ્રેસર કબુલ રાખી તેને અમલમાં મેલવા માટે અનુકુળ જનાઓ ઘડે અને ઠરાવ વિરૂદ્ધ વર્તન કરનારાઓને માટે અન્ય સાધારણ બાબતમાં કરવામાં આવે છે તેમ યોગ્ય વિચાર કરવામાં આવે છે તે એક સહેલાઈથી બની શકે તેવું કાર્ય છે. ' મુસલમાની રાજ્યઅમલમાં આપણા પૂર્વજોએ કંઈ કારણને અવલંબીને સદ્દવિચારથી જે રીવજો દાખલ કર્યો તે અધુના પણ પ્રચલિત રહેવા જોઈએ એe પ્રતિપાદન કરનાર, જમાનાના ફેરફાર સાથે રહેણી કરણમાં પણ સામાન્ય રીતે ફેરફાર થાય છે, તે સામાન્ય નિયમથી અજ્ઞાત છે તેવા રીવાજો પિકીને આ બાળલગ્નને રીવાજ છે એમ આપણે અતિહાસીક આધારે પ્રા. ચીન ધર્મ પુસ્તકે કે જેમાંથી બાળલગ્નના દાખલા મળી શકતા નથી તેની મદદથી સાબીત કરવા શક્તિવાન છીએ.