Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કેન્ફરન્સ હેલ,
[માર્ચ છુટા છેડા (Divorce) આપણામાં થઈ શકતા નથી, વિવાહ સંબંધને આપણે એક પરમ માનનીય ધાર્મિક ક્રિયા સમજીએ છીએ. ધર્મસૂત્ર અનુસાર તે વખતે દરેક ક્રિયા કરવામાં આવે છે, અને આ પવિત્ર સંબંધને જીવિત પર્યત ગમે તેવા સંજોગોમાં પણ નીભાવી રાખવામાં આવે છે. આ સંબંધમાં વધારે વિવેચન કરવાનું આ સ્થળ નથી. પરંતુ કહેવાને આશય એ છે કે જે સંબંધને જીવિતપર્યત નીભાવી રાખવાને છે. તેવા સંબંધથી જોડાનાર સ્ત્રી પુરૂષને એક બીજાના સ્વભાવથી ગુણદોષથી તદ્દન અજ્ઞાન અપરિચિત રાખવામાં આવે, સામાન્ય ઉપયોગના કપડાં વગેરે વસ્તુઓ ખરીદ કરતી વખતે બાળકની પસંદગીની વસ્તુ કઈ છે તેને માટે બાળકોને પુછવામાં આવે અને આવી અસાધારણ બાબતમાં તેઓની સંમતિ મેળવવી તે એક બાજુએ રહી, પરંતુ તેઓની પસંદગી તેઓના વિચાર જાણવાને વિચિત્ પણ પ્રયાસ કરવામાં ન આવે તે ઓછું બદકારક ગણી શકાય નહિ. કુંભારના ઘરનાં હાલાં નથી કે એક ન ગમ્યું એટલે બીજું લેવામાં આવે અને તેવા સંજોગો વચ્ચે ૫રિણામ એજ આવે છે કે ઘણા ખરા કેસમાં જ્યાં દંપતી સુખી, સંતોષી અને શાંતિથી સંસાર વ્યવહાર નિર્ગમન કરતાં જોવામાં આવે છે, ત્યાં પણ aan ze om te for zietllat ( Creatures of Circumstances and not the creators of Circumstances) વર્તતા જોવામાં આવશે, વિવાહ સ્વરૂપ ઉચ્ચ પ્રેમમય ભાવનાનું સ્વરૂપ દમ્પતી ધર્મ વગેરે બાબતેનું વર્ણન કરવા જતાં વિ. ષયાંતર થવાને ભય રહે છે. પરંતુ એટલું તે સમજી શકાય તેવું છે કે થોડા વખતના સંબંધ માટે જોડાતા પક્ષકારો વચ્ચે જે કરાર કરવામાં આવે છે તે કરારના અંગભૂત ગણાતા બધા ત અનુસાર હોય છે તે જ કાયદેસર રીતે અમલમાં મેલી શકાય તેવા ગણવામાં આવે છે. અને તેમાં મુખ્યત્વે કરીને કરાર કરનારા પક્ષકારો લાયક ઉમરના હોવા જોઈએ. તે પછી જીવિતપયતને સંબંધ નીભાવવા માટે વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષના સંબંધમાં વિવાહને પ્ર. ધાનતાએ ધમ સંસ્કારથી પવિત્રિત થયેલ કાર્ય માનવા છતાં ગાતાએ કરારની ગણનામાં પણ સાથે સાથે ગણવામાં આવે અને તેને પરિણામે કરારના નિયમો - પ્રમાણે તેઓ લાયક ઉમરના જ પિતાની મેળે પિતાનું હિત વિચારી કાર્ય કરી શકે તેટલી ઉમરના હોવા જ જોઈએ એમ સ્વીકારવામાં આવે તે ન્યાયની નજરે અગ્ય કહેવાશે નહિ.
વિવાહને કરારનું સ્વરૂપ આપી આ સંસારમાં તે જે ઉચ્ચ જગ્યા કે છે તે ઉચ્ચસ્થિતિ ઉપરથી ઉતારી પાડવાને અત્રે બીલકુલ હેતુ નથી. પરંતુ બાળલગ્નના ઉપાસકને ચગ્ય વિચાર વ્યાયામ આપવા માટેજ ઉપરની દલીલ અદગળ ધરવામાં આવી છે.