Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૨૯] શ્રી રામપુરાના જેન વેતાંબર મતિપૂજક સંધના ઠરવો. * [ ૭૩ તે કાર્ય કેઈએ કરવું નહી.
(૨) શીયળ સાતમના દિવસે વાશી ખેરાક બનતાં સુધી કેઈએ વા પર નહિ.
(૩) હુતાશણીની અંદર કેઈએ શ્રીફળ હેમવું નહિ તથા પાણી વિગેરે ઉડાડી કેઈએ હેલી ખેલવી નહિ.
(૪) મરણ પછવાડે રડવા કુટવાને રિવાજ કેટલેક અંશે કમી કરવામાં આવ્યું છે અને હવે પછી જેમ બને તેમ કમી કરવા કબૂલ કર્યું છે. * (૫) ફટાણા વિવાહ પ્રસંગે સ્ત્રીઓને ગાવાને આજથી પ્રતિબંધ કરવામાં આવ્યું છે.
(૬) કારજવરા-મરણ પછવાડે ફરજીયાત કારજવરા કરવામાં આવતા નથી અને બારમુ તેરમું કરવાનો રિવાજ નથી.
(૭) અઘરણીના પ્રસંગ ઉપર નાતવર કર નહિ
(૮) કચકડાની વીંટીઓ, બટ્ટન, ચામડાનાં પૂઠા વાપરવા નહિ. કેશર દેરાસરમાં વિદેશી વાપરવું નહીં. વિદેશી ખાંડ સ્વામીવાત્સલ્ય આદિમાં વાપરવી નહી. માછલીનું તેલ (કેડલીવર ઓઈલ), પીંછાવાળી ટેપીઓ તથા મીનો દીધેલા લેહાના વાસણે કેઈએ વાપરવા નહિ.
(૯) ગુજરાતી કેળવણી સ્ત્રીઓને આપવામાં હરકત કરવી નહિ અને બનતી રીતે ધ્યાનમાં લેઈ તે કેળવણી આપવાની ગોઠવણ કરવાનું કબૂલ કરવામાં આવ્યું છે.
(૧૦) જેનશાળા માટે નીચેના સગ્ગહની એક સ્પેશ્યલ કમિટી નીમવામાં આવી છે. એ સદરહુ કમિટી વખતે વખત મળશે, જૈનશાળાની દેખરેખ - રાખશે અને પરિક્ષા વગેરે લેશે. તે કમિટીના સદ્દગૃહસ્થનાં નામ નીચે મુજબ -
શા. વેલશીભાઈ નગીનદાસ. શા. દલસુખરામ જેઠીદાસ. શા. પુરશોત્તમ ખુશાલચંદ. (સેક્રેટરી) શ. કાળીદાસ સાંકળચંદ, શા. ડાયાભાઈ ડામરશી. શા, મગનલાલ કરશનદાસ, મહેતા. ઓતમચંદ માણેકચંદ.
મહેતા. ચતુરદાસ કાળીદાસ. * સદરહુ પાઠશાળા કમિટીના સદ્ગહ કેન્ફરન્સના સબંધનું કામ કરશે ઉપર મુજબ હવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે.