Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
) જેને શ્રીમંત શેઠ સાહેબેને ખૂલે પત્ર. (૩છે.
કેટલીએક બદીઓ પશ્ચિમાત્ય પ્રજાના સંસર્ગથી ઘણું ખરા ઇચ્છવા એગ્ય સુધારાની સાથે સાથે આપણામાં દાખલ થવા પામી છે. શ્રુતિ, સમૃતિ, પુરાણાદિ પરસ્પર વિરોધી ધર્મશાસ્ત્રના ફરમાનના આધારે જુના વિચારના પરંતુ આત્મિક ઉન્નતિને ઉપકારક વ્યવહાર શુદ્ધિને દરેક રીતે બાધા પહચાડે તેવા ઉપર જણાવેલા કઈ પણ રીવાજના સમર્થન માટે પરમ નિવૃત્તિ માર્ગ પિષક જૈન ધર્મના કોઈ પણ શાસ્ત્રમાંથી એક પણ વાક્ય મળી શકશે નહિ. આ પ્રકારની અનુકુળતાથી આપણું કાર્ય કંઈક વિશેષ સહેલું થતું સમજાય છે. અંધાધુંધીના મુસલમાની રાજ્યઅમલમાં સમયવર્તી જ્ઞાતિના અસરોએ બાળલગ્ન આદિ જે રીવાજોને ગ્રાહ્ય કરી નીભાવી રાખેલા છે, તે રીવાજની અગત્યતા પણ આ શાન્તિના સમયમાં સુધારા વધારાના જમાનામાં સયુક્તિક દલીલની સામે એક ઘી ભર ટકી શકશે નહિં. મિથ્યાત્વને પ્રચાર વધતાં સંગ દોષથી જે રીવાજે અત્યાજય સમજાયા છે, તત્સંબંધમાં પૂજ્ય મુનિવરેને ઉપદેશ આપણને ઘણેજ મદદગાર થઈ પડશે. સર્વે રીવાજો નાબુદ કરવા માટે જે મહાન પ્રયાસને આરંભ કરવાની આવશ્યકતા છે તેમાં વધારે ઢીલ કરવામાં આપણે સમયસૂચકતા વાપરી કહી શકાશે નહિ. મહાન કેન્ફર. ન્સની છ વર્ષની ઉમર સુધીમાં આ કાર્ય માટે જે શ્રમને તથા દ્રવ્યને ભેગ આપવે પડે છે તે જોતાં જે કાર્ય માટે એક પાઈને પણ ખર્ચ કરવાની જરૂર રહેતી નથી, તેવાં કાર્યને સફળ કરવા માટે હવે માત્ર આગેવાન મંડળેએ તથા જુદી જુદી વ્યક્તિએ કહેવા કરતાં કરી બતાવવું સારૂં એ સૂત્રને અનુસરી, ઉકત રીવાજોને દુર કરવા માટે કટીબદ્ધ થઈ એક સામટે પ્રયાસ કરવાની જરૂર છે. તે પ્રયાસને કેવા સ્વરૂપે પાર પાડ તત્સંબંધમાં આગળ ઉપર વિવેચન કરવામાં આવશે.
અપૂર્ણ
જૈન શ્રીમંત શેઠ સાહેબને ખુલ્લો પત્ર.
માનવંત શેઠ સાહેબે
પ્રણામ રવીકારવાને મારી પ્રાર્થના છે. આપ આપના ઘરની, કુટુંબની, જ્ઞાતિની, સંઘની, મહાજનની, પ્રજાની, રાજ્ય અને દેશની સેવા બજાવે છે તે માટે આપ સર્વેને ધન્યવાદ ઘટે છે. આપ આપનાં ઘરમાં સંપ, ઐકયતા, પરમાર્થવૃત્તિની, નીતિ અને ઉદ્યોગની જે રૂડી અસર ફેલાવે છે તેની નકલ આડોશી પાડોશી અને કુટુંબીઓ અવશ્ય કરશે. આપનું ઘર સુખી હોવાથી