Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વિક્ષેપની- (૧) સ્વમતની સ્થાપનામાં પરમત કથન કરવું.
(ર) પરમતનું પહેલા નિરુપણ કરી સ્વમતનું પોષણ કરવું. (૩) મિથ્યાત્વનું સ્વરૂપ બતાવી સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવવું.
(૪) સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવી મિથ્યાત્વનું સ્વરૂપ બતાવવું. સંવેગિની- શરીરની અશુચિતા, સંસારની દુઃખમયતા આદિ બતાવી વૈરાગ્યની તરફ સન્મુખ થવું નિર્વેદની- આત્મિકગુણોનું વર્ણન કરી વ્યકિતમાં જ્ઞાતાદ્રષ્ટા ભાવ અથવા સાક્ષી ભાવ ઉત્પન્ન કરવો.
આમ, જૈન કથા સાહિત્ય બહુ-ઉદેશ્યો, બહુ વ્યાપક અને વિસ્તૃત, બહુભાષી થઈને મુખ્યતઃ ઉપદેશાત્મક અને આધ્યાત્મિક રહ્યું છે. એનો મુખ્ય ઉદેશ નિવૃતિમાર્ગનું પોષણ કરવાનો છે.
આ ઉપરથી કહી શકાય કે જેન કથા સાહિત્યની રચના કાળ લગભગ સત્યાવીશો વર્ષનો ગાળાનો છે. આટલા દીર્ઘ કાળમાં અનેક આચાર્યોએ કથા સાહિત્યની રચના કરી. સૌ પ્રથમ આગમકાળમાં ત્યારબાદ આગમિક પછી સંસ્કૃત ટીકા અને જેન પુરાણ (જૈનકથા સાહિત્યનો સૌથી વધારે સમૃધ્ધ કાળ) ત્યારબાદ ઉત્તર મધ્યકાળ ત્યારબાદ આધુનિક કાળમાં કથા સાહિત્ય વિકસતું રહ્યું. જેન કથા સાહિત્યના પ્રકારો:જૈન સાહિત્યના સ્વાધ્યાયમાં ડૉ.કવિન શાહ કથાના પ્રકારોના વર્ણવતા કહે છે કે,
“સંસ્કૃત ભાષાના “કથ' ધાતુ પરથી કથા એટલે જે કહેવામાં આવી છે અને પછી તેને ગ્રંથસ્થ કરવામાં આવી છે તે “કથા' એમ તે સ્પષ્ટ અર્થ થાય છે. કથા સાહિત્યના પ્રકાર વિષે નીચે પ્રમાણે વિગતો પ્રાપ્ત થાય છે. કથાના ત્રણ પ્રકાર છે. અર્થકથા, ધમ્મકથા, કામકથા ઠાણાંગ ૮,૬,૩,સુત ર૮રમાં કથાના ચાર ભેદ દર્શાવ્યા છે તે નીચે પ્રમાણે જાણવા અર્થકથા, ધર્મકથા, કામકથા, સંકીર્ણકથા." “સ્થાનાંગસૂત્ર'માં કથાના ત્રણ પ્રકારો છે. (૧) અર્થકથા (૨) ધર્મકથા (૩) કામકથા. અર્થકથા - માનવજીવનમાં ધનસંપતિની આવશ્યકતા છે. આ અર્થ વિશે નિરૂપણ કરતી કથાને અર્થકથા કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે વિદ્યા, શિલ્પ, વિવિધ ઉપાય, સાહસ, દાક્ષિણ્ય, સંચય, સામ, દામ, દંડ, ભેદ તથા અર્થની
23.