________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના
હવે વિશેષવિમર્શમાં શાસ્ત્ર અને તર્કના પ્રકૃષ્ટ સ્થાનને બતાવવા માટે પ્રથમ શાસ્ત્રના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને બતાવતાં કહે છે કે સત્ નિશ્ચય પ્રતિ અંધને રૂપ અવિષય છે, તેવી રીતે છબસ્થને તત્ત્વથી આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુ અવિષય છે. આ રીતે શ્લોક-રપમાં દૃષ્ટાંતથી બતાવ્યું કે, અતીન્દ્રિય એવા આત્માદિ પદાર્થમાં છદ્મસ્થ જીવો વિશેષનો નિર્ણય કરી શકે નહિ, તેથી હવે સર્વજ્ઞના વચનથી તે વિશેષનો નિર્ણય છદ્મસ્થ જીવો સામાન્યથી કરી શકે, તે બતાવતાં કહે છે કે, હસ્તસ્પર્શ જેવું શાસ્ત્ર છે, શાસ્ત્રથી જ છબસ્થ પ્રમાતામાં કોઈક પ્રકારે અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પણ તે પ્રકારના ચંદ્ર ઉપરાગની જેમ થાય, આ રીતે શ્લોક-રપ/ર૬માં વિશેષવિમર્શમાં શાસ્ત્રના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને બતાવેલ છે.
હવે વિશેષવિમર્શમાં તર્કના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને બતાવતાં કહે છે કે શ્લોક-૨પમાં દૃષ્ટાંતથી બતાવ્યું. એ રીતે શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા બતાવી તે અસ્પષ્ટ શાબ્દબોધમાં માધ્યચ્ય નીતિથી વિચારવું યુક્ત છે; કેમ કે તર્કથી વિચારવામાં આવે તો શાસ્ત્રથી થયેલા શાબ્દબોધરૂપ પ્રામાણિક જ્ઞાનનો તર્ક અનુગ્રાહક બને છે; કેમ કે તર્ક વડે જ શાસ્ત્રવચનના ઐદંપર્યની શુદ્ધિ છે અને ઐદંપર્યની શુદ્ધિ સ્પષ્ટજ્ઞાનતુલ્ય છે. જે કારણથી વ્યાસે પણ કહ્યું છે કે, વેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી આર્ષને અને ધર્મોપદેશને અનુસંધાન કરનારા પુરુષો ધર્મના જાણકાર છે અને ઇતર ધર્મના પરમાર્થને જાણનારા નથી. આ પ્રમાણે શ્લોક-૨૭૨૮માં બતાવેલ છે.
પ્રસ્તુત બત્રીશીમાં ઈશ્વરના અનુગ્રહનો વિચાર કરવાનો પ્રારંભ કરેલ તેમાં પ્રથમ ઈશ્વરના અનુગ્રહવિષયક પતંજલિઋષિનું કથન બતાવીને તે કઈ રીતે સંગત નથી તે બતાવ્યું, ત્યારપછી આર્થવ્યાપારને આશ્રયીને ભગવાનનો અનુગ્રહ યુક્તિસંગત છે તેમ સ્થાપન કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે કે આર્થવ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ છે અને તે અનુગ્રહ સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી થાય છે તે કારણથી દૃષ્ટ-ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યગું આચરણ ઈશ્વરનો અનુગ્રહ છે. એ પ્રમાણે શ્લોક-૨૯માં બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org