________________ 74 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ઈત્યાદિમાં, અનાદિદ્ધ અને સર્વગત શૈવોને માન્ય છે અને સાદિ અને અસર્વગત જૈનોને માન્ય છે અને તે જ ઈશ્વર જ, પ્રતિક્ષણ ભંગુર સૌગતોને બૌદ્ધોને માન્ય છે. તે તે તંત્રના અનુસારથી અનુવૃત્તિથી, જેના=ઈશ્વરના, જે વળી પૂર્વમાં કયા એવા જે વળી, ભેદ-વિશેષ, કલ્પાય છે તે પણ વિશેષ નિરર્થક નિપ્રયોજન હું માનું છું કાલાતીત કહે છે કે હું માનું છું. સોડપિમાં રહેલ મfપનો અર્થ કરે છે - વળી પૂર્વમાં કહેલ સંજ્ઞાભેદનું શું ? અર્થાત્ પૂર્વમાં કહેલ સંજ્ઞાભેદ તો નિરર્થક છે પરંતુ અનાદિશુદ્ધ ઇત્યાદિ વિશેષ પણ નિરર્થક છે. એ પ્રકારે સપિ શબ્દનો અર્થ છે. 19o. શ્લોક-૧૯ની ટીકામાં સોડરંન્નસર્વાતં% પાઠ છે ત્યાં યોગબિંદુ શ્લોક-૩૦૩ની ટીકામાં સવિર સર્વતશ્વ પાઠ છે તે પાઠ સંગત છે, તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. ભાવાર્થ :કાલાતીત દ્વારા પર વડે કભિત ઈશ્વરના વિશેષસ્વરૂપનું નિરાકરણ: શ્લોક-૧૮માં કાલાતીત નામના શાસ્ત્રકારે કહ્યું કે જ્ઞાનાદિ અતિશયવાળા ઈશ્વર છે અને તે સર્વદર્શનકારોને ઉપાસ્યરૂપે માન્ય છે, તેથી સર્વદર્શનકારોના ઉપાસ્ય એવા ઈશ્વર સ્વરૂપથી સમાન છે, માત્ર નામભેદ છે. હવે તે તે દર્શનકારો ઈશ્વરને પૂર્ણ પુરુષરૂપે સ્વીકારવા છતાં કેટલાક ઈશ્વરને અનાદિશુદ્ધ કહે છે, તો વળી કેટલાક અન્ય સ્વરૂપે કહે છે, તે સર્વભેદની કલ્પના નિરર્થક છે, તે બતાવવા અર્થે કહે છે - શૈવદર્શનકારના મતે ઈશ્વર અનાદિશુદ્ધ અને સર્વવ્યાપી : શૈવદર્શનકાર પૂર્ણપુરુષને ઉપાસ્યરૂપે સ્વીકાર્યા પછી કહે છે કે, અમારા ઈશ્વર અનાદિશુદ્ધ છે અને સર્વગત=સર્વવ્યાપી છે. જૈનદર્શનકારના મતે ઈશ્વર સાદિશુદ્ધ અને અસર્વગત: જૈનદર્શનકાર કહે છે કે, અમારા ઉપાસ્ય પૂર્ણપુરુષ છે તે અનાદિશુદ્ધ નથી પણ સાધના કરીને શુદ્ધ થયેલા છે, તેથી સાદિશુદ્ધ છે અને સર્વગત નથી, પરંતુ સ્વદેહ પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org