________________
૮૬
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ટેવવશેષાદિ... - અહીં આવ થી ભવકારણના વિશેષનું ગ્રહણ કરવું.
મતોડપિ - અહીં પ થી એ કહેવું છે કે ઉપાસ્યમાં વિદ્યમાન વિશેષનું ઉપાસનામાં અપાર્થકપણું છે તેથી તો આ અસ્થાન પ્રયાસ છે, પરંતુ અનુમાનનો વિષય સામાન્ય છે એથી પણ આ અસ્થાન પ્રયાસ છે. ભાવાર્થ - ઈશ્વરમાં અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના અને ભાવના કારણે કર્મમાં મૂર્તત્વ-અમૂર્તવાદિરૂપ ભેદની કલ્પના નિરર્થક છે તેથી વળી દેવાદિવિશેષનો ગ્રાહક અનુમાનનો વિષય સામાન્ય હોવાથી દેવતાદિગત વિશેષની વિચારણા એ અસ્થાન પ્રયાસ :
કાલાતીતે અત્યાર સુધી સ્થાપન કર્યું કે, સંસારના ઉચ્છેદ અર્થે ઉપાસ્ય પૂર્ણપુરુષ છે, અને પૂર્ણપુરુષની ઉપાસના દ્વારા ભવના કારણનો ઉચ્છેદ થાય છે, એ વિષયમાં સર્વદર્શનકારોની સમાન માન્યતા છે. આમ છતાં પૂર્ણપુરુષની ઉપાસનાના વિષયમાં તે તે દર્શનકારો પૂર્ણપુરુષનો નામભેદ કરે છે, અને પૂર્ણપુરુષને અનાદિશુદ્ધ ઇત્યાદિ કહે છે તે નિરર્થક છે, અને ભવના કારણને પણ મૂર્ત-અમૂર્તવાદિરૂપે ભિન્ન ભિન્ન કહે છે તે નિરર્થક છે. જે કારણથી આમ છે તે કારણથી દેવવિશેષનું નિરૂપણ અને ભવના કારણ વિશેષનું નિરૂપણ એ અસ્થાન પ્રયાસ છે; કેમ કે ભવના ઉચ્છેદના અર્થીએ યોગમાર્ગનું સેવન કરવું જોઈએ અને તેના માટે પૂર્ણપુરુષની ઉપાસના કરવી જોઈએ, આ નિયમ સર્વને સંમત છે, તેથી પૂર્ણપુરુષવિષયક અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદનું નિરૂપણ કરવું, કે ભવના કારણવિષયક ભવનું કારણમૂર્તિ છે કે અમૂર્ત છે ઇત્યાદિ ગવેષણ કરવું તે નિરર્થક છે.
વળી ઈશ્વરના વિશેષનું નિરૂપણ અને ભવના કારણવિશેષનું નિરૂપણ અસ્થાન પ્રયાસ છે તેમાં અન્ય હેતુ બતાવે છે –
જેમ ધૂમને જોઈને પર્વતમાં અગ્નિનું અનુમાન કરાય છે, તે અનુમાનનો વિષય અગ્નિ સામાન્ય હોય છે, પરંતુ પ્રત્યક્ષથી દેખાતા અગ્નિ જેવો વિશેષ વિષય હોતો નથી, આથી પ્રત્યક્ષથી અગ્નિને જોનાર પુરુષ કહી શકે કે, આ અગ્નિ આ સ્થાનમાં શ્વેતાંશવાળો છે અને આ સ્થાનમાં રક્તાંશવાળો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org