________________
૯૪
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ નિર્ણય કરીને તત્ત્વમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, તે પ્રકારે શાસ્ત્રાનુસારી તક છે, તેથી જે જીવો ઈશ્વરવિષયક કે કર્મવિષયક વિશેષ નિર્ણય કરવા સમર્થ નથી તેવા જીવોને મધ્યસ્થતાપૂર્વક યોગમાર્ગ સેવવા માટે શાસ્ત્રવચન ઉપદેશ આપે છે; કેમ કે પોતાને ઈશ્વરવિષયક વિશેષ નિર્ણય ન હોય આમ છતાં આ ઈશ્વર ઉપાસ્ય છે અને આ ઈશ્વર ઉપાસ્ય નથી, તેવો આગ્રહ અવિચારક રીતે સ્વીકાર કરેલા પોતપોતાના દર્શન પ્રત્યે વિચારકોને કરવો ઉચિત નથી, પરંતુ મધ્યસ્થતાથી વિચારવું જોઈએ કે ઉપાસનાનો વિષય ગુણસંપન્ન પુરુષ છે, અને ગુણસંપન્ન પુરુષની ઉપાસના કરવાથી પોતાનામાં ગુણો આવિર્ભાવ પામે છે, અને ગુણો પ્રત્યે પક્ષપાતવાળા જીવો થાય છે, આ પ્રકારનો શાસ્ત્રાનુસારી તક સામે રાખીને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ઈશ્વરના વિષયમાં નામભેદના અભિનિવેશનો ત્યાગ કરીને શાસ્ત્રાનુસારી તર્કથી કાલાતીત મત પ્રમાણે મધ્યસ્થતાથી સર્વ ઈશ્વરવિષયક અને ભાવના કારણવિષયક વિચારવાનું સ્વીકારેલું છે; કેમ કે તે રીતે જ આદ્ય ભૂમિકાવાળા જીવો પ્રવૃત્તિ કરે તો કદાગ્રહ વગર સ્વ-સ્વભૂમિકાના યોગમાર્ગને સેવીને તેઓને અર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય અર્થાત્ યોગમાર્ગના સેવનથી જન્ય બીજાધાનાદિરૂપ અર્થની સિદ્ધિ થાય.
તે પદાર્થને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – તત્વાર્થની સિદ્ધિમાં નામમાત્રનો ક્લેશ યોગનો પ્રતિપંથી પરંતુ ધર્મવાદથી વિશેષવિમર્શ યોગનો અપ્રતિપંથી :
તત્ત્વાર્થની સિદ્ધિમાં નામમાત્રનો ક્લેશ યોગનો પ્રતિપંથી છે અર્થાત્ પોતાના ઉપાસ્ય દેવવિષયક આ નામવાળા દેવ ઉપાસ્ય છે અને આ નામવાળા દેવ ઉપાસ્ય નથી એમ કહીને પરસ્પર ક્લેશ કરવો તે મધ્યસ્થતાપૂર્વક આત્મકલ્યાણની પ્રવૃત્તિરૂપ યોગમાર્ગમાં વિજ્ઞભૂત છે, પરંતુ જેઓ નામમાત્રથી ક્લેશ કરતા નથી પણ ધર્મવાદ દ્વારા વિશેષવિમર્શ કરે છે, તે વિમર્શ દ્વારા ઈશ્વર વિશેષનો નિર્ણય કરે અને ભવના કારણનો વિશેષ નિર્ણય કરે, અને તે રીતે નિર્ણય કરીને તીર્થંકરાદિને ઈશ્વર તરીકે સ્વીકારે, અન્યને ન સ્વીકારે અને ભવના કારણને રૂપી સ્વીકારે, અરૂપી ન સ્વીકારે તેમાં કોઈ દોષ નથી.
આનાથી એ ફલિત થાય છે કે, પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં કહેલ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org