________________
૯૬
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-૨૪ ઉપાસનામાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
આ રીતે કાલાતીત મત પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાને ઇષ્ટ છે એ બતાવ્યા પછી કાલાતીત મતાનુસાર અને સ્વમતાનુસાર સ્વીકારવાથી ઈશ્વર અને પ્રધાનનું પરિણામીપણું પ્રાપ્ત થાય છે તે યોગબિંદુ શ્લોક-૩૧માં બતાવે
કાલાતીત મતવાળા કહે છે તે પ્રમાણે સ્વીકારવું હોય તો ઈશ્વરના અનુગ્રહથી અનુગ્રાહ્ય જીવોમાં યોગમાર્ગની નિષ્પત્તિ થાય અને તે વખતે પ્રધાન પણ જીવમાં યોગપ્રાપ્તિને અનુકૂળ વ્યાપારવાળું થાય છે, એમ અર્થથી માનવું પડે અર્થાત્ પૂર્વમાં ઈશ્વર વ્યાપારવાળા ન હતા અને પાછળથી જીવનો અનુગ્રહ કરવાનો વ્યાપાર કરે છે, અને પ્રધાન પણ પૂર્વમાં વ્યાપારવાળું ન હતું અને ઈશ્વરનો અનુગ્રહ થાય છે ત્યારે જીવને યોગમાર્ગની પ્રાપ્તિ થાય તે પ્રકારના વ્યાપારવાળું થાય છે, તેથી ઈશ્વરની અનુગ્રહની પ્રવૃત્તિ અને પ્રધાનની વ્યાપારની પ્રવૃત્તિ તે તે પ્રકારના કાળના ભેદથી થાય છે તે સંગત થાય, અને તેમ કાલાતીત વગેરે દર્શનકારો સ્વીકારે તો ઈશ્વર અને પ્રધાન બંને પરિણામી છે તેમ તેમને સ્વીકારવું જોઈએ.
આનાથી શું ફલિત થાય છે તે યોગબિંદુ શ્લોક-૩૧૨માં કહે છે –
જીવોનો ઈશ્વરથી અનુગ્રાહ્યસ્વભાવ છે અને પ્રધાનનો નિવૃત્તઅધિકારિત્વરૂપ સ્વભાવ છે અને ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ છે અને તેમ સ્વીકારીએ તો સન્યાથી=સ યુક્તિથી તીર્થંકરાદિ વિશેષ સ્વીકૃત થાય છે, કેમ કે જીવો ઉપર અનુગ્રહ કરનાર તીર્થકરો છે તેથી અન્ય જીવો કરતાં તીર્થકરના જીવો વિશેષ છે અને અન્ય જીવો તીર્થકરથી અનુગ્રાહ્યસ્વભાવવાળા છે. આ પ્રમાણે સિદ્ધ થાય છે.
કાલાતીતનો મત સ્વીકારવામાં ગ્રંથકારશ્રીને કોઈ વિરોધ નથી, ફક્ત કાલાતીતના વચનથી આત્મા, ઈશ્વર, કર્મ વગેરે પરિણામી સિદ્ધ થાય છે અને તેમ કહેનારું જૈનવચન છે અને તેની પ્રરૂપણા કરનારા તીર્થકરો છે, તેથી તીર્થકરાદિરૂપ દેવવિશેષ પણ કદાગ્રહ વગર ધર્મવાદથી કોઈ સ્વીકારે તો તે યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિરોધી નથી. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org