________________
૧૦૬
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯ છબસ્થ જીવો કરી શકે નહિ, તેથી અતીન્દ્રિય પદાર્થોને કહેનારા વેદશાસ્ત્રો=આગમ વચનો, તેની સાથે વિરોધ ન આવે તે પ્રકારે માર્ગાનુસારી તર્કથી આર્ષ પુરુષ કોણ છે ? અર્થાત્ અતીન્દ્રિય પદાર્થના યથાર્થ વક્તા સર્વજ્ઞ કોણ છે ? અને તેમનો ધર્મોપદેશ કઈ રીતે યથાર્થ છે, તેનો તર્ક દ્વારા નિર્ણય કરે તો તે પુરુષો ધર્મને જાણનારા બને છે.
જેમ – સંસારના ઉચ્છેદના અર્થી જીવો મોક્ષમાર્ગમાં ઉદ્યમ કરે છે તે મોક્ષમાર્ગને કહેનારા આર્ષ એવા સર્વજ્ઞ, સર્વદર્શી કોણ હોઈ શકે અને તેમનો ઉપદેશ કેવો હોઈ શકે, તેનો નિર્ણય કરવા માટે કષ, છેદ અને તાપથી પરીક્ષા કરવામાં આવે તો નિર્ણય થાય કે, જે શાસ્ત્ર મોક્ષનો ઉપદેશ આપે છે, તેને અનુરૂપ જ સર્વવિધિ તે શાસ્ત્રમાં વાક્યો છે અને મોક્ષની વિરુદ્ધ જે જે પ્રવૃત્તિ છે તેનો નિષેધ કરનારા વચનો તે શાસ્ત્રમાં છે તે શાસ્ત્ર કષશુદ્ધ છે, અને જે વિધિ અને નિષેધના વચનો છે તેની પોષક એવી સર્વ ઉચિત ક્રિયાઓ જે શાસ્ત્રમાં બતાવી છે તે શાસ્ત્ર છેદશુદ્ધ છે, અને મોક્ષને સ્વીકારવામાં સંગત થાય તેવો પરિણામી તેમ જ દેહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન આત્મા છે ઇત્યાદિ જે દર્શનકારો સ્વીકારે છે તે દર્શન તાપશુદ્ધ છે તેથી તેવા કષ, છેદ અને તાપશુદ્ધ આગમ બતાવનારા આર્ષ છે, અને આર્ષ એવા સર્વજ્ઞના વચનનો કષ, છેદ અને તાપ પરીક્ષાથી નિર્ણય કરીને જે પુરુષો સર્વજ્ઞના વચનથી ધર્મને જાણે છે તે પુરુષો ધર્મને જાણનારા છે ઇતર સ્વ-સ્વ દર્શનાનુસાર ધર્મને સેવનારા પુરૂષો, પરમાર્થથી ધર્મને જાણનારા નથી.li૨૮ અવતરણિકા :
પ્રસ્તુત બત્રીશીમાં ઈશ્વરના અનુગ્રહનો વિચાર પ્રારંભ કરેલ તેમાં પ્રથમ ઈશ્વરના અનુગ્રહ વિષયક પતંજલિઋષિનું કથન બતાવીને તે કઈ રીતે સંગત નથી તે બતાવ્યું ત્યારપછી આર્થવ્યાપારને આશ્રયીને ભગવાનનો અનુગ્રહ યુક્તિસંગત છે તેમ સ્થાપન કર્યું તે સર્વ કથનનું નિયમન કરે છે - શ્લોક :
शास्त्रादाचरणं सम्यक् स्याद्वादन्यायसंगतम् । ईशस्यानुग्रहस्तस्माद् दृष्टेष्टार्थाविरोधिनः ।।२९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org