________________
૧૧૨
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા નથી, અને યોગમાર્ગની પ્રવૃત્તિ કષ્ટસાધ્ય છે તેમ વિચારીને વિચાર કરે છે કે, આપણે ભગવાનને ખૂબ ભક્તિથી યાચના કરશું, તેથી ભગવાન સ્વયં આપણને મોક્ષ આપશે, આ રીતે મોક્ષ અને મોક્ષમાર્ગની યાચના કરતા તેઓ સ્વશક્તિ અનુસાર કાંઈ ઉદ્યમ કરતા નથી તેમને ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુતઃ જે ધર્મમાં પોતાની શક્તિ નથી તે ધર્મને અનુકૂળ શક્તિ પોતાનામાં પ્રાપ્ત થાય, તેના માટે તે ધર્મની પ્રાર્થના કરીને તે ધર્મ કરવાની રુચિ પોતાનામાં અતિશયિત કરવામાં આવે છે તે પ્રાર્થનાના વિષયભૂત ધર્મથી અન્ય પ્રાપ્ત એવા ધર્મને=પોતે એવી શકે તેવા ધર્મને, જે પાળતા નથી અર્થાત્ શાસ્ત્રોથી જે ધર્મ પોતાને પ્રાપ્ત થયો છે અને પોતે સેવી શકે તેવો છે, તે ધર્મને જેઓ પાળતા નથી અને ભગવાન પાસે યાચના કરે છે કે, ભગવાન તમે મને ચારિત્ર આપજો અને મને મોક્ષ આપજો, તેઓ ચારિત્રધર્મને શક્તિ અનુસાર સેવતા નહિ હોવાથી ભાગ્ય વગરના છે; કેમ કે પ્રાપ્ત થયેલા ધર્મને સેવવાના ભાગ્યવાળા નથી, તેવા ભાગ્ય વગરના જીવો કયા મૂલ્યથી તેને પ્રાપ્ત કરશે ? અર્થાત્ યાચના કરવામાં વિહ્વળ એવા તેઓ ઉત્તમ ધર્મને સેવીને શક્તિ અનુસાર ધર્મના સંસ્કારો આધાન કરતા નથી, તેથી તે ઉત્તમ સંસ્કારોરૂપ મૂલ્ય વગર અન્ય ભવમાં તેઓ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે ? અર્થાત્ કરી શકશે નહિ. તેથી જેઓને ભગવાનનો અનુગ્રડ જોઈતો હોય તેમણે માત્ર ભગવાનની પાસે પ્રાર્થના કરવાથી તોષ માનવો જોઈએ નહિ, પરંતુ ભગવાને જે પોક્ષમાર્ગ બતાવ્યો છે તેમાં પરમાર્થને શક્તિ અનુસાર જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે, અને સ્થિર કર્યા પછી શક્તિ અનુસાર તેને સેવીને આત્મામાં ધર્મના ઉત્તમ સંસ્કારો આધાન કરવા માટે યત્ન કરવો જોઈએ. તે ઉત્તમ સંસ્કારોરૂપ મૂલ્યથી જન્માંતરમાં તે મહાત્માને વિશેષ પ્રકારના ધર્મની પ્રાપ્તિ થશે માટે ધર્મની બાબતમાં આળસુ અને માત્ર યાચના કરનાર જીવોને મોક્ષમાં ગયેલા સિદ્ધના જીવા કે નાલમાં ગયેલા તીર્થકરના જીવો કોઈ અનુગ્રહ કરતા નથી, પરંતુ તીર્થકરોએ આપેલો જે મોક્ષપથ છે તેને સમ્યક સેવવાથી જ તીર્થંકરનો અનુગ્રહ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org