________________
૧૧૪
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૨ સરસ્વામીના ગુણના રાગપૂર્વક પરમાનન્વતઃ–પરમાનંદથી અર્થાત્ અત્યંત ઉત્સાહથી નુષ્ઠાનં= અનુષ્ઠાન પર્યzકરવું જોઈએ અર્થાત્ ભગવાને બતાવેલ અનુષ્ઠાન સેવવું જોઈએ. li૩૨ાા શ્લોકાર્થ –
તે કારણથી અનુગ્રહને માનનારા પુરુષોએ સ્વામીના ગુણના રાગપૂર્વક પરમાનંદથી અનુષ્ઠાન કરવું જોઈએ. IIઉચા ટીકા :
आर्षमित्यारभ्य स्पष्टम् ।।३२।। ટીકાર્ચ -
આર્ષદ્ ..... અષ્ટમ્ | સર્ષ ..... શ્લોક-૨૮થી માંડીને શ્લોક-૩૨ સુધી સ્પષ્ટ હોવાથી શ્લોક-૨૮થી શ્લોક-૩૨ સુધીની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. ૩૨ાાં ભાવાર્થ :શાસ્ત્રથી કરાયેલ સમ્યગ આચરણા એ ઈશ્વરનો અનુગ્રહ હોવાથી સ્વામીના ગુણના રાગપૂર્વક અત્યંત ઉત્સાહથી અનુષ્ઠાનની કર્તવ્યતા :
શ્લોક-૩૧માં કહ્યું કે, જે જીવો શક્તિ અનુસાર ભગવાને બતાવેલ ધર્મનું સેવન કરતા નથી અને ભગવાન પાસે ચારિત્રની કે મોક્ષની યાચના કરે છે, તેમને ભગવાન સાક્ષાત્ આપનારા નહિ હોવાથી યાચનાથી કોઈ ફળ પ્રાપ્ત થશે નહિ. પરંતુ ભગવાન વડે જે આપી શકાય એવું હતું તે મોક્ષપથ ભગવાને એક સાથે આપેલ છે, તે મોક્ષપથને શાસ્ત્રથી જાણીને જેઓ સમ્યગૂ આચરણા કરશે તેમના ઉપર ભગવાનનો અનુગ્રહ થશે, તે કારણથી જેઓ માને છે કે ભગવાન અનુગ્રહ કરે છે તેઓએ ભગવાનના અનુગ્રહના પરમાર્થને જાણીને વિચારવું જોઈએ કે, ભગવાન મોક્ષમાં ગયા પછી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ ભગવાને જે મોક્ષપથ આપ્યો છે તે મોક્ષપથ જેટલો મને સમ્યક્ પરિણમન પામશે તે ભગવાનનો મારા ઉપર અનુગ્રહ છે, તેથી ભગવાને જે મોક્ષપથ મને આપ્યો છે તેના પરમાર્થને જાણીને અત્યંત ઉત્સાહપૂર્વક ભગવાનના ગુણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org