________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૩૨
૧૧૫
રાગપૂર્વક તે મોક્ષપથની આચરણારૂપ અનુષ્ઠાનનું સેવન કરવું જોઈએ, તેથી વીતરાગના રાગથી સેવાયેલા તે અનુષ્ઠાનો દ્વારા આત્મા વીતરાગભાવરૂપે કાંઈક પરિણમન પામીને પ્રકર્ષની ભૂમિકાને પામે ત્યારે વીતરાગતુલ્ય બને છે, એ જ ભગવાનનો પોતાના ઉપર પારમાર્થિક અનુગ્રહ છે, માટે ભગવાનના અનુગ્રહના અર્થીએ રત્નત્રયમાં અપ્રમાદથી ઉદ્યમ કરવો જોઈએ.
સારાંશ:
ભગવાનના ગુણના રાગપૂર્વક સમ્યગ્ અનુષ્ઠાનનું સેવન । તેનાથી વીતરાગભાવનો પ્રકર્ષ પામી વીતરાગતુલ્ય બનવું તે પારમાર્થિક ઇશાનુગ્રહ. [[૩૨][
Jain Education International
।। શાનુપ્રકૃવિચારદ્વાત્રિંશિકા ।૬।।
For Private & Personal Use Only
www.jainelibrary.org