Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 145
________________ ૧૧૦ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૦ આપવા યોગ્ય છે, તે સર્વ જિનો વડે એક વખતે અપાયું જ છે. II૩૦ના ભાવાર્થ : જગતમાં જે કોઈ તીર્થંકરો થાય છે તે સર્વ જગતના કલ્યાણના આશયથી બંધાયેલા તીર્થંકર નામકર્મના ઉદયથી થાય છે, તેથી તીર્થંકરના જીવો કેવલજ્ઞાન પામ્યા પછી જગતના જીવમાત્રના કલ્યાણને અનુકૂળ જે કાંઈ આપવા યોગ્ય છે તે આપે છે. જેમ સર્વ તીર્થંકરો જગતના કલ્યાણને અનુકૂળ આપવા યોગ્ય વસ્તુ જગતના જીવોને આપે છે, તેમ આસન્ન ઉપકારી એવા શ્રીવીરભગવાને પણ એક સાથે જગતના કલ્યાણનું કારણ બને તેવી વસ્તુ જગતને આપી છે. —— અહીં પ્રશ્ન થાય કે, જગતના કલ્યાણ અર્થે સર્વ તીર્થંકરો વડે સદા યોગ્ય જીવોને શું આપવા યોગ્ય છે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધથી તીર્થંકરો દ્વારા આપવા યોગ્ય વસ્તુ શું છે તેની સ્પષ્ટતા કરે છે — સંસારમાં જીવો મોક્ષપથને પામ્યા નથી, તેથી સંસારમાં પરિભ્રમણની સર્વ કદર્થના પામે છે, અને તે કદર્થનામાંથી સંસારી જીવોને મુક્ત કરીને સુખી કરવા હોય તો મોક્ષપ્રાપ્તિનો પથ=માર્ગ, સર્વ તીર્થંકરોએ આપવા યોગ્ય છે અને તે મોક્ષપથ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમય છે, તેથી સર્વ તીર્થંકરોએ જગતના યોગ્ય જીવોને દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષપથ આપીને અનુગ્રહ કર્યો છે, અને જે જીવો સ્યાદ્વાદ સંગત એવા શાસ્ત્રથી સમ્યગ્ આચરણા કરે તે જીવો ઉપર મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ ઈશનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે એમ શ્લોક-૨૯ સાથે સંબંધ છે. સારાંશ: સ્યાદ્વાદન્યાયથી સંગત શાસ્ત્રથી સમ્યગ્ આચરણા હું તેનાથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમયમોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ ઈશના અનુગ્રહની પ્રાપ્તિ. II૩૦ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152