________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૬
૧૦૧ સર્વવિશેષાનિશ્વયેડપિ - અહીં પ થી એ કહેવું છે કે, શાસ્ત્રથી અતીન્દ્રિય વસ્તુમાં સર્વ વિશેષનો નિર્ણય થતો હોય તો તો આત્માદિ વસ્તુવિષયક શાસ્ત્રથી નિર્ણય થઈ શકે, પરંતુ શાસ્ત્રથી સર્વવિશેષનો અનિર્ણય હોવા છતાં પણ અતીન્દ્રિય એવા આત્માદિ વસ્તુવિષયક ચંદ્રઉપરાગની જેમ વિશેષ નિશ્ચય પણ થાય છે. ભાવાર્થ :વિશેષવિમર્શમાં શાસ્ત્રના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાન :
જન્મથી ચક્ષુરહિત પુરુષ પુરોવર્સી પદાર્થના રૂપાદિ વિશેષ સ્વયં જોઈ શકતા નથી, તોપણ તે વસ્તુને હાથથી સ્પર્શ કરીને આ ઘડો છે, આ વસ્ત્ર છે ઇત્યાદિ સામાન્ય નિર્ણય કરી શકે છે, તે રીતે સંસારના ઉચ્છેદના કારણભૂત યોગમાર્ગમાં કેવો અંતરંગ ઉદ્યમ કરવો જોઈએ કે, જેથી જીવ વીતરાગ સર્વજ્ઞ બની શકે તેવો વિશેષ નિર્ણય કોઈ છદ્મસ્થ જીવો કરી શકતા નથી, આથી જ મોક્ષના અત્યંત અર્થી ચૌદ પૂર્વધરો અપ્રમાદપૂર્વક સંયમમાં ઉદ્યમ કરનારા હોવા છતાં પણ વિશેષ પ્રકારના સામર્થ્યયોગકાલીન ઉદ્યમમાં કઈ રીતે યત્ન કરવો તેનો બોધ નહિ હોવાથી ક્ષપકશ્રેણિમાં પ્રવૃત્ત થઈ શકતા નથી, આમ છતાં જેમ અંધ પુરુષ હસ્તના સ્પર્શથી આ ઘટ છે, આ વસ્ત્ર છે ઇત્યાદિ સામાન્ય નિર્ણય કરી શકે છે, તેમ છમસ્થ જીવો પણ હસ્તસ્પર્શ જેવા શાસ્ત્રવચનથી યોગમાર્ગનો સામાન્ય નિર્ણય કરી શકે છે, આથી જ શાસ્ત્ર ભણેલા ગીતાર્થો, પૂર્વધરો, મોક્ષના અર્થી જીવો શાસ્ત્રવચનના બળથી સંસારમાર્ગથી ભિન્ન એવા યોગમાર્ગનો સામાન્ય નિર્ણય કરીને જિનવચનાનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે, તેથી છબસ્થ જીવો માટે અતીન્દ્રિય પદાર્થોનો બોધ કરવા માટે શાસ્ત્ર હસ્તસ્પર્શ જેવું છે, તો પણ તે શાસ્ત્રવચનથી કોઈક સ્થાનમાં છબસ્થ જીવોને વિશેષ નિર્ણય પણ થાય છે, આથી જેઓ આત્મા શરીરવ્યાપી છે કે સર્વવ્યાપી છે, કર્મરૂપી છે કે અરૂપી છે, ઈશ્વર અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે એવું સાક્ષાત્ જોનારા નથી, તેવા છદ્મસ્થ જીવો પણ કષ, છેદ અને તાપશુદ્ધ આગમ કર્યું છે તેની પરીક્ષા કરીને તે શાસ્ત્રવચનના અવલંબનથી અને આગળના શ્લોકમાં કહેવાશે એ પ્રકારના તર્કના અવલંબનથી આત્મા શરીરવ્યાપી છે કે નહિ ? ઈશ્વર અનાદિશુદ્ધ છે કે નહિ ? અને કર્મરૂપી છે કે નહિ ? તેનો નિર્ણય કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org