________________
૧૦૨
કઈ રીતે નિર્ણય કરી શકે છે ? તેમાં દૃષ્ટાંત બતાવે છે
ચંદ્ર રાહુથી તે પ્રકારનો સ્પર્શ અમુક કાળે પામશે ઇત્યાદિ કોઈ છદ્મસ્થ જીવો જોતા નથી, તોપણ શાસ્ત્રવચનથી તે વિશેષનો નિર્ણય થઈ શકે છે. તે પ્રમાણે શાસ્ત્રથી સર્વ વિશેષનો છદ્મસ્થ જીવો નિર્ણય નહિ કરી શકતા હોવા છતાં પણ આત્માદિવિષયક છદ્મસ્થ એવા તે તે દર્શનકારોનો વિવાદ ચાલે છે, તે સ્થાનમાં છદ્મસ્થ જીવો શાસ્ત્રથી તે વિશેષનો નિર્ણય કરી શકે છે.
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૨૬-૨૭
આશય એ છે કે, જે પ્રમાણે અંધ પુરુષો ઘટવસ્તુવિષયક વર્ણનો વિવાદ કરતા હોય ત્યારે કોઈક દેખતા પુરુષના આલંબનને સ્વીકારીને આ ઘટ નીલવર્ણવાળો છે, અન્યવર્ણવાળો નથી તેવો નિર્ણય કરી શકે છે, તેમ છદ્મસ્થ જીવો પણ શાસ્ત્રવચનથી આત્માદિવિષયક જે સ્થાનમાં ભિન્ન ભિન્ન દર્શનકારોનો વિવાદ ચાલે છે, તે સ્થાનમાં સર્વજ્ઞના વચનરૂપ શાસ્ત્રથી વિશેષ નિર્ણય કરી શકે છે. IIII
અવતરણિકા :
શ્લોક-૨૫ની અવતરણિકામાં કહેલ કે વિશેષવિમર્શમાં શાસ્ત્ર અને તર્ક એ બંનેના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાન બતાવાય છે, તેથી શાસ્ત્રના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાન શ્લોક-૨૬માં બતાવ્યું. હવે વિશેષવિમર્શમાં તર્કના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાન બતાવે છે
શ્લોક ઃ
इत्थं ह्यस्पष्टता शाब्दे प्रोक्ता तत्र विचारणम् । माध्यस्थ्यनीतितो युक्तं व्यासोऽपि यददो जगी ||२७||
--
Jain Education International
અન્વયાર્થ :
નૃત્યં=આ રીતે=શ્ર્લોક-૨૫માં દૃષ્ટાંત બતાવ્યું એ રીતે, શાબ્વે શાબ્દજ્ઞાનમાં અર્થાત્ શાસ્ત્રવચનથી થતા બોધમાં ઝસ્પષ્ટતા=અસ્પષ્ટતા દિ=ખરેખર, પ્રો=િકહેવાઈ. તંત્ર=ત્યાં=શાસ્ત્રવચનથી થતા અસ્પષ્ટ બોધમાં, માધ્યસ્થ્યનીતિતો=માધ્યસ્થ નીતિથી=મધ્યસ્થભાવથી વિદ્યારí=વિચારવું યુ =યુક્ત છે અર્થાત્ ઉચિત છે ય—જે કારણથી ઘ્વાસોઽપિ-વ્યાસે પણ અવ:=આવે= આગળના શ્લોકમાં કહેશે એને, નૌ=કહ્યું છે. ।।૨૭।।
For Private & Personal Use Only
www.jainelibrary.org