Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 128
________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ સ્વભાવપણું અને ઈશ્વરનું અનુગ્રાહકવરૂપ સ્વભાવપણું સંસ્થિત હોતે છતે, સન્યાયથી= સદ્ભક્તિથી, અધિકૃત વિશેષ થાય=તીર્થંકરાદિરૂપ વિશેષ થાય." રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૪ વિશેવિડ - અહીં પ થી એ કહેવું છે કે આદ્ય ભૂમિકામાં વિશેષવિમર્શનો અભાવ તો યોગપ્રતિપંથી નથી, પરંતુ સંપન્ન ભૂમિકાવાળા જીવોને ધર્મવાદથી વિશેષવિમર્શ પણ યોગ પ્રતિપંથી નથી. ભાવાર્થ :કાલાતીતનો મત પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ કઈ રીતે સ્વીકાર કરેલ છે તેનું સ્પષ્ટીકરણ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૭થી ૨૩માં કાલાતીતમત બતાવ્યો, તે કાલાતીતમત પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સ્વીકારેલ છે. ત્યાં પ્રશ્ન થાય કે કાલાતીતનું વચન પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ કેમ સ્વીકાર્યું છે ? તેથી કહે છે – કુચિતિકાના ત્યાગ માટે કાલાતીતમતનો સ્વીકાર : કુચિતિકાના ત્યાગ માટે=પરમાર્થના બોધ વગર સ્વ-સ્વદર્શનના આગ્રહરૂપ કુચિતિકાના ત્યાગ માટે, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કાલાતીત મતનો સ્વીકાર કર્યો છે. કેમ કાલાતીતમતનો સ્વીકાર કર્યો છે તેમાં યુક્તિ બતાવે છે – શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થવાથી નામભેદનો અનભિનિવેશ હોવાને કારણે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વડે કાલાતીતમતનો સ્વીકાર : શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ હોતે છતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને નામભેદનો અનભિનિવેશ હોવાને કારણે=આગ્રહ નહિ હોવાને કારણે, કાલાતીત મતનો સ્વીકાર કર્યો છે. આશય એ છે કે, ભગવાનનું વચન જીવોને મધ્યસ્થ થવાનો ઉપદેશ આપે છે અને મધ્યસ્થ થઈને તત્ત્વાતત્ત્વનો વિભાગ કરવો જોઈએ અને તત્ત્વનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152