________________
૮૮
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ નિપ્રયોજન છે, એ પ્રમાણે કાલાતીત મત વ્યવસ્થિત છે અને આનપૂર્વમાં કાલાતીત મત બતાવ્યો એ, અમને પણ વિશેષવિમર્શમાં અસમર્થપુરુષના સ્વઆગ્રહના છેદ માટે સામાન્ય એવા યોગની પ્રવૃત્તિ અર્થે અનુમત છે, વળી નિરભિનિવેશવાળા એવા અત્યનો કદાગ્રહ વગરના તત્વના પરીક્ષક એવા અચનો, શાસ્ત્રાનુસારથી વિશેષ વિમર્શ પણ=ઈશ્વરવિષયક અને ભવના કારણવિષયક વિશેષ વિમર્શ પણ, ભગવાનની વિશિષ્ટ ઉપાસનારૂપપણું હોવાને કારણે અશ્રદ્ધામના ક્ષાલતથી વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે; કેમ કે તત્ત્વજ્ઞાનગર્ભવૈરાગ્યનું જીવાતુભૂતપણું છે=વિશેષ વિમર્શ તત્ત્વજ્ઞાનગર્ભ-વૈરાગ્યનું જીવાતુ છે, એથી સર્વથા તેનું વૈફલ્ય નથી=ઈશ્વરવિષયક કે ભવના કારણવિષયક વિશેષવિમર્શતું કાલાતીત કહે છે, તેમ સર્વથા વિફળપણું નથી એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે –
જ પ્રતાપ - અહીં મા થી એ કહેવું છે કે કાલાતીતને તો આ મત અભિમત છે, પરંતુ વિશેષવિમર્શમાં અસમર્થ એવા પુરુષના સ્વઆગ્રહના છેદ માટે અમને પણ ગ્રંથકારશ્રીને પણ, સામાન્ય યોગ પ્રવૃત્તિ માટે આ મત અભિમત છે.
વિશેષવમાઁs - અહીં પ થી એ કહેવું છે કે વિશેષવિમર્શમાં અસમર્થ જીવો માટે તો કાલાતીતે કહ્યું તે પ્રમાણે સ્વીકારવું ઉચિત છે પરંતુ નિરભિનિવેશવાળા જીવોને શાસ્ત્રાનુસારથી વિશેષવિમર્શ પણ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે. ભાવાર્થ -
શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રીએ કહેલ કે, જે જીવોએ વિશેષનો નિર્ણય કર્યો નથી. તેઓએ માધ્યય્યનું અવલંબન લઈને દેવતાદિની પૂજા કરવી જોઈએ પરંતુ દેવતાવિષયક વિશેષ નિર્ણય થયો ન હોય તો દેવતાવિષયક કલહ કરવો કે, આ જ દેવતા ઉપાસ્ય છે કે આ દેવતા ઉપાસ્ય નથી તેવો અભિનિવેશ કરવો ઉચિત નથી અને તેની પુષ્ટિ કરવા માટે શ્લોક-૧૭થી ૨૩ સુધી કાલાતીતનો મત બતાવ્યો. તેનાથી શું ફલિત થાય છે તે બતાવતાં કહે છે –
જે જીવોને દેખાતા સંસારની વિડંબણા જોઈને બોધ થયો છે કે, ભવનું જે કારણ છે તેને દૂર કરવું જોઈએ, અને તેને દૂર કરવા માટે ગુણવાન પુરુષવિશેષની આરાધના કરવી જોઈએ, અને વળી તેવા જીવોને ગુણવાન પુરુષવિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org