________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ તેમના પ્રરૂપણ કરાયેલા શાસ્ત્રની પરીક્ષા કરીને વિશેષ નિર્ણય થયો નથી તેવા જીવો માટે ગુણવાન પુરુષવિષયક વિશેષ વિમર્શ નિપ્રયોજન છે, એ પ્રકારનો કાલાતીત મત ગ્રંથકારશ્રીને પણ અભિમત છે તેથી કહે છે –
જે જીવોને ઈશ્વરવિષયક વિશેષવિમર્શ કરવાની શક્તિ નથી, અને ભાવના કારણવિષયક વિશેષ વિમર્શ કરવાની શક્તિ નથી, આમ છતાં સ્વ-સ્વદર્શનનું અવલંબન લઈને સ્વ-સ્વ દર્શનનની માન્યતાનુસાર આગ્રહ કરે છે, તેના વ્યવચ્છેદ માટે અને સામાન્યથી યોગમાર્ગની પ્રવૃત્તિ માટે અમને પણ=ગ્રંથકારશ્રીને પણ, કાલાતીતનો મત અનુમત છે.
અહીં સામાન્યથી યોગની પ્રવત્તિ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાનના શાસનના નયગર્ભ વચનના પરમાર્થને જાણીને જેઓ વિશેષથી યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે, તેઓએ તો યુક્તિ અને અનુભવ અનુસાર સર્વશના વચનનો વિશેષ નિર્ણય કરવો આવશ્યક છે અને તેવા જીવો વિશેષથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા છે, પરંતુ જે જીવોમાં તેવી પ્રજ્ઞા હજુ પ્રગટ થઈ નથી તેવા જીવો તો હિંસાદિ ભવના કારણોને જાણીને સામાન્યથી હિંસાદિના ત્યાગની પ્રવૃત્તિ કરનારા હોય છે, તેવા જીવોથી થતી સામાન્ય યોગમાર્ગની પ્રવૃત્તિ માટે કાલાતીતનો મત ઇષ્ટ છે; કેમ કે જૈનશાસનમાં પણ ઘણા એવા જીવો છે કે, જેમને વિશેષનો કોઈ નિર્ણય નથી છતાં સ્વ-સ્વ માન્યતામાં આગ્રહ કરીને અને પરસ્પર કલહ કરીને યોગમાર્ગનો નાશ કરે છે, તેવા જીવોને વિશેષની અનિર્ણય દશામાં તેવો કલહ કરવો ઉચિત નથી, પરંતુ રાગાદિનો ઉચ્છેદ થાય તેવી ઉચિત પ્રવૃત્તિરૂપ યોગમાર્ગનું સેવન કરવું ઉચિત છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે, તેવા જીવોને આશ્રયીને કાલાતીતનો મત અમને પણ ઇષ્ટ છે.
વળી જે જીવોને ક્યાંય અભિનિવેશ નથી પણ પરીક્ષા કરીને તત્ત્વનો નિર્ણય કરવા તત્પર થયા છે, તેવા જીવો કયું દર્શન કષ, છેદ અને તાપશુદ્ધ છે તેનો નિર્ણય કરીને અને કષ, છેદ અને તાપશુદ્ધ એવું દર્શન સર્વજ્ઞ કથિત છે તેવો નિર્ણય કરીને તેમના વચનાનુસાર અનુભવ અને યુક્તિથી ઉપાસ્ય પુરુષ કેવા માનવા ઉચિત છે, અને ભવનું કારણ એવું કર્મ કેવું માનવું ઉચિત છે, તેનો વિશેષવિમર્શ કરે તો તેનાથી પણ તે મહાત્માને વિશિષ્ટ નિર્જરા થાય છે; કેમ કે સત્પરીક્ષક એવા તે મહાત્મા ભગવાને કહેલા શાસ્ત્રની પરીક્ષા કરીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org